રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (13:47 IST)

એક નવતર પ્રયાસ: અમદાવાદની ખ્યાતનામ હોટલમાં રજૂ કરાયું ડોગ માટેનું સ્વાદિષ્ટ મેનુ

નોવોટેલ અમદાવાદે શહેરમાં સૌ પ્રથમ ડોગ મેનુ રજૂ કર્યું છે. એક સમારંભમાં પ્રસિધ્ધ કૂતરાંઓ અંગેની વર્તણુંક અંગેના નિષ્ણાંત સલોમી ગુપ્તાના સહયોગથી હોટલે ફાઈવસ્ટાર ડોગ મેનુ રજૂ કરવાનો અને કૂતરાંઓને રૂમમાં રહેવાની સગવડ પૂરી પાડવા સહિત તેમના માટે આ એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે.
આ મેનુ એ શેફ મૃણમય ચક્રવર્તીએ, નિષ્ણાંત સલોમી ગુપ્તાના માર્ગદર્શન હેઠળ કરેલી બે માસની મહેનતનું પરિણામ છે.  આ મેનુની કેટલીક સ્ટાર વાનગીઓમાં પપીચીનો, ચીઝ ચંક્સ, મ્યુકાએક્યુમિનેટ અને બ્રાઉન રાઈસ અને ચિકનમાંથી તૈયાર કરેલી વાનગીઓના વૈવિધ્યનો સમાવેશ થાય છે. 
આ સમારંભ કેટલીક લોકપ્રિય અને જવલ્લે જ જોવા મળતી ઓલાદો માટેનો સમારંભ બની રહ્યો હતો. કૂતરાની આ ઓલાદોએ રમતો રમી હતી અને તેમણે નવા મેનુનો સ્વાદ પણ માણ્યો હતો.