રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ / પિતૃ પક્ષ
Written By
Last Updated : બુધવાર, 18 સપ્ટેમ્બર 2024 (12:21 IST)

શ્રાદ્ધ પક્ષ - આ છે બ્રાહ્મણોને ભોજન કરાવવાની સાચી રીત

પિતૃપક્ષમાં શ્રાદ્ધ વાળા દિવસ બ્રાહ્મણ ભોજનનો ખૂબ મહત્વ છે. શાસ્ત્રો મુજબ શ્રાદ્ધ વાળા દિવસે પિતૃ પોતે બ્રાહ્મણના રૂપમાં ઉપસ્થિત થઈને ભોજન ગ્રહણ કરે છે. 
 
તેથી દરેક શ્રાદ્ધ કર્તાને તેમના પિતરના શ્રાદ્ધના દિવસે ઘરમાં બ્રાહ્મણ ભોજ જરૂર કરાવવું જોઈએ. શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણ ભોજનથી પહેલા કેટલીક વાતોંનો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ત્યારે જ પિતરનો આશીર્વાદ મળશે. 
 
શ્રાદ્ધના દિવસે લસણ, ડુંગળી વગર સાત્વિક ભોજન જ ઘરના રસોડામાં બનાવવું જોઈએ. તેમાં અડદની દાળના વડા, દૂધ ઘી થી બનેલા પકવાન, ચોખાની 
ખીર, વેળ પર લાગતી મોસમી શાક જેમકે દૂધી, તુરિયા, ભિંડા, સીતાફળ અને કાચા કેળાની શાક જ બનાવવી જોઈએ. 
 
મૃત પરિજનના શ્રાદ્ધમાં દૂધ, દહીં, ઘીનો ઉપયોગ કરાય છે. આ વાતનો ધ્યાન રાખો કે દૂધ, દહીં, ઘી ગાયનો જ હોય. એ પણ એવી ગાયનો ન હોય જેને અત્યારે જ વાછરડુંને જન્મયા હોય. કહેવાનો અર્થ છે કે ગાયનો વાછરડું ઓછામાં ઓછા 10 દિવસનો થઈ ગયું હોય.   
 
શાસ્ત્રોમાં ચાંદીને શ્રેષ્ઠ ધાતું ગણાયું છે. શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ચાંદીના વાસણમાં ભોજન કરાવવાથી ખૂબ પુણ્ય મળે છે. ચાંદીની સૌથી પવિત્ર અને શુદ્ધ ધાતુ માન્યું છે 
 
તેમાં ભોજન કરાવવાથી બધા દોષો અને નકારાત્મક શકતિઓનો નાશ હોય છે. આવું શાસ્ત્રોમાં કહ્યું છે. જો ચાંદીના વાસણમાં રાખી પિંડ કે પાણી પિતૃમાં અર્પણ કરાય તો એ સંતુષ્ટ થાય છે. ચાંદીની થાળી કે વાસણ ન હોય તો સામાન્ય કાગળની પ્લેટ કે વાડકામાં પણ ભોજન પિરસી શકાય છે. એવી માન્યતા છે કે ભોજનના સમયે બ્રાહ્મણોને બન્ને હાથથી પિરસવાથી પણ પિતૃ સંતુષ્ટ હોય છે. એક હાથથી ભોજન પિરસતા પર માનવું છે કે એ ખરાબ શક્તિઓને જાય છે અને પિતૃ તેને ગ્રહણ નહી કરતા.