રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : મંગળવાર, 19 જુલાઈ 2022 (16:28 IST)

Phool kajali vrat - ફૂલ કાજલી નું વ્રત ક્યારે છે

Phool kajali vrat - હિંદુ ગુજરાતી પંચાગ મુજબ શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રતરખાય છે. આ સમયે આ વ્રત (ફૂલ કાજળી વ્રત 2022) phool kajali vrat 2022 date- 14 ઓગસ્ટ 2022 
 
શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો ‘વર' મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે. પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે (સુદ ત્રીજ) કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળેનથ મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પુર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી. ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી પછી ફુલ સુંઘીને ફળાહાર કરવો.
 
આ દિવસે વ્રત કરનાર પવાસ કરે તો ઉતમ ફળને પામે છે. વળી પ્રભુને પરમ પ્રિય એવા ફુલને સુંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવો. ઉત્તમ મહેંકવાળુ કોઈપણ ફુલ લઈ શકાય.સાથેજ સૂર્યાસ્ત પછી તરત જ જગતમાતા ગાયની પૂજા કરવી. રાત્રે જાગરણ કરવુ. 
 
ઈષ્ટદેવની સ્તુતિ કરવી. દેવો પુરાણો કહે છે કે પુર્ણ શ્રદ્ધા અને ભકતિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે. ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધિને વરે છે.
શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો ‘વર'મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે.