મંગળવાર, 5 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By

શ્રાવણમાં શિવને પ્રસન્ન કરવા અર્પણ કરો સફેદ ફૂલ

શ્રાવણનો આખો મહિનો આમ તો ભગવાન શિવને સમર્પિત થાય છે, પણ શ્રાવણના પ્રથમ સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. શ્રાવણના સોમવારનો મહિમા અપાર છે. સોમવાર વ્રત સૂર્યોદયથી પ્રારંભ થઈને સાંજ સુધી, ગોધુલીવેળા સુધી કરવામાં આવે છે.  શિવ પૂજા : શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગના પૂજનનુ ખૂબ જ મહત્વ છે. પાર્થિવ શિવલિંગનુ પૂજન દરેક સોમવારે અને પ્રદોષના દિવસે કરવાથી શિવ અત્યંત પ્રસન્ના થાય છે. જો પાર્થિવ શિવ લિંગ ન હોય તો શિવ પરિવારની મૂર્તિને પંચામૃતમાં સ્નાન કરાવીને ગંઘ, ફુલ, બિલિ પત્ર, કંકુ,ચોખા, વસ્ત્રો અર્પણ કરો. શિવને સફેદ વસ્તુઓ જેવી કે સફેદ ફૂલ, સફેદ વસ્ત્ર અને સફેદ રંગના પકવાન વિશેષ રૂપે ચઢાવો, આનાથી જીવનમાં આવેલા સંકટોનો નાશ થાય છે. શિવની સાથે સાથે માતા પાર્વતી અને ગણેશજીનીના પૂજનનું પણ મહત્વ છે. શ્રી ગણેશને દૂર્વા, સિંદૂર, ગોળ અને પીળા વસ્ત્રો ચઢાવો અને મોદક/લાડુનો ભોગ લગાવો. શ્રાવણ સોમવારનુ વ્રત પતિ અને પત્ની બંને કરી શકે છે.

શિવજીના અલગ અલગ નામ