રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ન્યૂયોર્ક. , ગુરુવાર, 20 એપ્રિલ 2017 (11:31 IST)

સેરેના વિલિયમ્સ પ્રેગનેંટ, સ્વિમ સૂટમાં ફોટો શેયર કરીને લખ્યુ '20 સપ્તાહ'

ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ માતા બનવાની છે. આ માહિતી તેણે પોતે આપી છે. સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરી લખ્યુ - "20 અઠવાડિયા' આ ફોટોમાં તે યલો કલરનો સ્વિમ સૂટ પહેરેલી દેખાય છે. આ સમાચાર મીડિયામાં આવત જ લોકોએ સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છા આપવી શરૂ કરી દીધી. ધ વુમન ટેનિસ એસોસિએશનએ પણ સેરેનાનાને ટ્વીટ કરી શુભેચ્છા આપી. ફોટોમાં સ્રેરેના એક મિરર સ્સામે ઉભી છે.  તેના હાથમાં મોબાઈલ છે અને યલો કલરના સ્વીમ સૂટ પહેરેલ છે. નીચે કેપ્શન લખ્યુ છે "20 અઠવાડિયા"
 
- એક ન્યૂઝ એજંસીની રિપોર્ટ મુજબ સેરેના વિલિયમ્સના મીડિયા રિપ્રેજેંટેટિવે આ વાતની ચોખવટ કરી છે. તેમણે કહ્યુ કે મને એ બતાવતા ખુશી થઈ રહી છે કે સેરેના મા  બનવાની છે. 
- ઉલ્લેખનીય છે કે તેણે થોડા સમય પહેલા રેડડિટના કો-ફાઉંડર અલેક્સિસ ઓહાનિયન સાથે સગાઈ કરી હતી. આ માહિતે પણ તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. 
 
- સેરેનાએ પછી પોતાની પોસ્ટને ડિલિટ કરી દીધી. આ સમાચારથી હેરાન તેમના ફેંસ વચ્ચે આ ચર્ચાનો મુદ્દો બની ગયો છે.  લોકો આ વાત પર ચર્ચા કરી રહ્યા છે કે શુ તે મજાક તો નથી કરી રહી. 
 
- 186 અઠવાડિયા સુધી દુનિયાની નંબર વન પ્લેયર બનવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. 
- આ વર્ષે સેરેનાએ વિમ્બલડનમાં પોતાના કેરિયરની 71મી સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. તેમાથી 22 ગામ સ્લૈમ સિંગલ્સ ખિતાબ તેના નામે છે. આ રેકોર્ડના સાથે જ તે ટેનિસ પ્લેયર સ્ટેફી ગ્રાફના રેકોર્ડની બરાબરી કરી ચુકી છે.