બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By
Last Updated : ગુરુવાર, 19 મે 2016 (14:23 IST)

કાચા કેરીનો હલવો

સામગ્રી - 1 કાચી કેરી છીણેલી. રવો 3/4 કપ, ખાંડ 3/4 કપ, ઘી 1/2 કપ, કાજૂ ઘીમાં ફ્રાય કરેલા 8-10, ઈલાયચી પાવડર 1/2 ચમચી. 
 
બનાવવાની રીત - પેનમાં થોડી ખાંડ નાખી ગરમ કરો. પાણી પણ નાખો. એકવાર જ્યારે ચાસણી તૈયાર થઈ જાય ત્યારે તેમા છીણેલી કેરી મિક્સ કરો. હવે ત્યા સુધી હલાવતા રહો જ્યારે સુધી એ અડધુ ન રહી જાય. હવે તેમા સેકેલો રવો, ઈલાયચી પાવડર, ઘી નાખીને ત્યા સુધી હલાવતા રહો જ્યા સુધી એ ઘટ્ટ ન થઈ જાય. આ મિશ્રણને ઘી લગાવેલી પ્લેટમાં કાઢો. ઠંડુ થવા દો.  તૈયાર છે કાચી કેરીનો હલવો. આને સર્વ કરો અને તમારી પ્રશંસા મેળવો.