ચોખાના લાડુ
ચોખાની રેસીપી તો તમે ખૂબ ખાધી હશે પણ શુ ક્યારેય તમે ચોખાના લાડુ ટ્રાય કર્યા છે ઓછા સમયમાં બનનારી આ રેસીપી તમારા મોઢાનો ટેસ્ટ બદલી નાખશે.
રેસીપી ક્વિઝન - કેટલા લોકો માટે - 4 સમય - 15થી20 મિનિટ
કેલોરી - 85 મીલ ટાઈપ - હેલ્ધી ફૂડ
જરૂરી સામગ્રી - 500 ગ્રામ ચોખાનો લોટ, 100 ગ્રામ ઘી, 100 ગ્રામ રવો, 400 ગ્રામ ખાંડ, 50 ગ્રામ દૂધ, 5- ગ્રામ મેવાની કતરન, અડધી ચમચી ઈલાયચી પાવડર, પા ચમચી કેવડા એસેંસ.
બનાવવાની રીત - એક કડાહીમાં ઘી નાખીને ચોખાનો લોટ સેંકો. જ્યા સુધી તે હલકો ગુલાબી ન થઈ જાય ત્યા સુધી સેકો. રવો પણ આ જ રીતે સેંકી લો. બંનેને થાળીમાં નાખીને સારી રીતે મિક્સ કરો.
- હવે તેમા મેવો, વાટેલી ઈલાયચી નાખીને સારી રીતે મિક્સ કરી લો.
- પછી 2 તારની ચાસણી તૈયાર કરી લો. પછી તેમા તરત કેવડા એસેંસ અને ચોખા-રવાનુ મિશ્રણ નાખો.
- હાથમાં દૂધ લગાવીને મિશ્રણથી લાડુ બનાવી લો.
- તૈયાર છે તમારા સ્વાદિષ્ટ ચોખાના લાડુ.