બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : સોમવાર, 25 ઑક્ટોબર 2021 (08:14 IST)

આજનુ રાશિફળ(25/10/2021) - આજે આ 3 રાશિના જાતકોને શિવજીનો મળશે આશીર્વાદ

મેષ - લાગણીઓના આધારે કોઈ નિર્ણય ન લો. ઘણી પ્રકારની માનસિક સ્થિતિ તમારી સાથે રહેશે પરંતુ તે નકારાત્મક નથી. સ્થિતિ સારી છે. તમે સારા સ્વાસ્થ્ય, પ્રેમ, વ્યવસાયની સ્થિતિ સારી છે. લાગણીઓના આધારે કોઈ નિર્ણય ન લો. સૂર્યદેવને જળ આપતા રહો.
 
વૃષભ - ભૌતિક સુખ -સુવિધાઓમાં વધારો થશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. ફક્ત બ્લડ પ્રેશર થોડું અનિયમિત રહેવાની શક્યતા છે. તેનુ ધ્યાન રાખજો. પ્રેમ-વ્યવસાય સારો ચાલશે. ભગવાન શિવની પૂજા કરો
 
મિથુન - તમે ખૂબ પરાક્રમી  રહેશો. આ પરાક્રમ તમને સફળતા તરફ દોરી જશે. તમારા ધંધામાં હાથ મિલાવવા ઘણા લોકો તૈયાર છે. સારી સ્થિતિ છે. આરોગ્ય, પ્રેમ, વ્યવસાય અદ્ભુત છે. લાલ વસ્તુનું દાન કરો.
 
કર્ક - પૈસા આવતા રહેશે. સગા-સંબંધીમાં વધારો થશે.  હાલ રોકાણ કરવાનું ટાળો. સ્વાસ્થ્ય પહેલા કરતા ઘણું સારું છે. પ્રેમ, વ્યવસાય સારી સ્થિતિમાં છે. બજરંગ બલીની પૂજા કરતા રહો.
 
સિંહ - સારી સ્થિતિ છે પરંતુ મંદી રહેશે. ઘણી બધી બાબતો ધ્યાનમાં આવશે પરંતુ નકારાત્મક કંઈ નથી. આરોગ્ય, પ્રેમ, વ્યવસાય સારો  છે. પ્રેમ અને બાળકો પર થોડી નજર રાખો. પીળી વસ્તુને પાસે રાખો.
 
કન્યા - આ સમયે ઘણા ખર્ચ આવશે. માથાનો દુખાવો, આંખનો દુખાવો, ભાગીદારીમાં સમસ્યા, તમારી માનસિક સ્થિતિ થોડી હચમચી જશે. આરોગ્ય મધ્યમ, પ્રેમ સારો છે, વ્યવસાયિક દૃષ્ટિકોણથી તમે સાચા છો. લાલ વસ્તુનું દાન કરો.
 
તુલા - નાણાકીય બાબતોનો ઉકેલ થઈ રહ્યો છે. પૈસા ઘણી રીતે આવી રહ્યા છે. મુસાફરીમાં લાભ થશે. આરોગ્ય, પ્રેમ, વ્યવસાય સારો છે. બધું ખૂબ સારુ રહેશે. ભગવાન શિવનો  જળાભિષેક કરો.
 
વૃશ્ચિક - શાસક-સરકારી પક્ષનો સહકાર, ઘણા હાથ મદદ કરવા તૈયાર છે. વ્યવસાયિક લાભ, પૈતૃક સંપત્તિમાં વધારો થશે. આરોગ્ય, પ્રેમ, ધંધો, બધું જ ઉત્તમ છે, પણ પ્રેમ તરફ ધ્યાન રાખવું પડશે. પીળી વસ્તુને પાસે રાખો
 
ધનુ - વ્યવસાયિક લાભ, ભાગ્યમાં વધારો, પૂજામાં રસ લેશો. ધાર્મિક વિધિઓમાં ભાગ લેશો. સ્વાસ્થ્ય, પ્રેમ, વ્યવસાયની સ્થિતિ સારી દેખાય રહી છે. સૂર્યદેવને જળ અર્પણ કરો.
 
મકર - સંજોગો પ્રતિકૂળ છે. તમારે થોડુંક ધ્યાન રાખવુ પડશે. ઈજા થઈ શકે છે. તમે કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. ધ્યાન આપો. કોઈપણ પ્રકારનું જોખમ ન લો. આરોગ્ય મધ્યમ, પ્રેમ મધ્યમ, વ્યવસાય દ્રષ્ટિકોણ પણ મધ્યમ સમય કહેવાશે. મહાકાળીની પૂજા કરતા રહો.
 
કુંભ - લોકો તમને બિઝનેસમાં ઘણી રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે. વ્યવસાયના ઘણા સકારાત્મક પરિમાણો હશે. આરોગ્ય સારું છે, પ્રેમ અને વ્યવસાય સારો  છે. ગણેશજીની પૂજા કરતા રહો.
 
મીન - જીવન થોડું ડિસ્ટર્બ રહેશે પણ તમે સ્વસ્થ થઈ જશો. વધારે ચિંતા કરવાની જરૂર નથી. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. પ્રેમ, વ્યવસાય સારો ચાલી રહ્યો છે. સંજોગો તમારા હાથમાં રહેશે. તમે એકદમ બુદ્ધિશાળી વ્યક્તિ છો. બધું ઠીક થઈ જશે. ભગવાન શિવની પૂજા કરતા રહો. બધું સારું થઇ જશે