Last Updated : શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2017 (16:45 IST)
અઠવાડિયાના સાત દિવસ કરશો આ કામ તો બની જશો લખપતિ
દરેક કોઈ ઈચ્છે છે કે તેમના ઘરમાં લક્ષ્મીનો આગમન થતું રહે. તેના માટે તો લોકો ઘણા ઉપાય કરે છે. જો તમે ઈચ્છો છો કે થોડા દિવસોમાં અમીર થઈ જાઓ. તો અમે તમને કેટલાક એવા ઉપાય જણાવી રહ્યા છે . જેને કરવાથી લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ જશે અને તમને ક્યારે પણ ધનની કમી નહી થશે.
તો આવો જાણીએ આ ઉપાય વિશે.
1. જ્યોતિષશાસ્ત્ર મુજબ તમે શનિવારના દિવસે તમારા ઘરના મુખ્ય બારણા પર સરસવના તેલનો દીપ પ્રગટાવો. જ્યારે આ દીપ બુઝી જાય તો તે તેલને પીપળના ઝાડ પર ચઢાવી દો.
2. તેમજ જયારે પણ પૂજાસ્થળમાં ઘી નો દીપક પ્રગટાવો તેમાં થોડું કલાવો(લાલ દોરો) નાખી દો. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો આગમન થશે.
3. જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિની કમી ન હોય , તો ઘર પર તુલસીનો છોડ જરૂર લગાવો.
4. દાન આપવું એવું પુણ્યનો કામ ગણાય છે. જે તમે જેટલું આપશો અને લોકોની સહાયતા કરશો તેટલું જ લક્ષ્મીનો આગમન થશે.
5. દર રોજ લક્ષ્મી સૂક્તનો પાઠ કરો. તેની સાથે જ માતા લક્ષ્મીને સફેદ રંગની મિઠાઈનો ભોગ લગાડો.