રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (06:24 IST)

જીવનની દરેક પરેશાનીથી મુક્તિ માટે અપનાવો લાલ કિતાબના આ ઉપાયો

લાલ કિતાબ પર આધારિત ઘણા ઉપાયો એવા છે જેને અપનાવીને આપણે આપણું જીવન સુખમય અને સમૃદ્ધિશાળી બનાવી શકીએ છીએ. આ પુસ્તક જીવન સાથે સંબંધિત લગભગ બધી સમસ્યાઓનો ઉકેલ માટે જાણીતુ છે.  તેમા બધા પહેલુઓ સાથે જોડાયેલ સમસ્યાઓનો ઉપાય તેમા આપેલો છે. આ ઉપરાંત આ ઉપાયો ફક્ત તમને જ ઠીક નથી કરતા પણ આનાથી તમારી આસપાસની બીજી વસ્તુઓ પણ ઠીક થઈ જાય છે.  આ સંપૂર્ણ રીતે વાતાવરણ સાથે અનુકૂળ છે.  ખુદ અનુભવ કરવા માટે અપનાવો કેટલાક ટોટકા જેનાથી સંસારની દરેક ખુશી તમને મળી જશે. 
 
આર્થિક સમસ્યા -  જો તમે હંમેશા આર્થિક સમસ્યાથી પરેશાન રહો છો તો એ માટે તમે 21 શુક્રવાર 9 વર્ષથી નાની  વયની 5 કન્યાઓને ખીર અને સાકરનો પ્રસાદ વહેંચો. 
 
ધન માટે - આ માટે તમે ઘર, દુકાન કે શો-રૂમમાં એક અલંકારિક ફુવારો મુકો અથવા એક માછલી ઘર જેમા 8 સોનેરી અને એક કાળી માછલી મુકો. તેને ઉત્તર કે ઉત્તરપૂર્વ તરફ મુકો.  જો કોઈ માછલી મરી જાય તો તેને કાઢીને નવી માછલી તેમા નાખી દો. 
 
પરેશાનીથી મુક્તિ માટે - આજકાલ દરેક વ્યક્તિ કોઈને કોઈ કારણથી પરેશાન છે. કારણ કોઈપણ હોય તમે એક તાંબાના પાત્રમાં જળ ભરીને તેમા થોડુ લાલ ચંદન મિક્સ કરી દો. એ પાત્રને માથા પાસે મુકીને રાત્રે સૂઈ જાવ. સવારે એ જળને તુલસીના છોડ પર ચઢાવી દો. ધીરે ધીરે પરેશાની દૂર થશે.  
 
કુંવારી કન્યાના વિવાહ હેતુ - જો કન્યાના લગ્નમાં કોઈ  અવરોધ આવી રહ્યો હોય તો પૂજાવાળા 5 નારિયળ લો. ભગવાન શિવની મૂર્તિ કે ફોટો આગળ મુકીને ૐ શ્રી વર પ્રદાય શ્રી નામ: મંત્રનો પાંચ માળા જાપ કરો. પછી પાંચેય નારિયળ શિવજીના મંદિરમાં ચઢાવી દો. વિવાહના અવરોધો આપમેળે જ દૂર થતા જશે. 
 
વેપાર વધારવા માટે - શુક્લ પક્ષમાં કોઈપણ દિવસે તમારી ફેક્ટરી કે દુકાનના દરવાજાની બંને બાજુ બહારની તરફ થોડો ઘઉંનો લોટ મુકી દો. ધ્યાન રાખો કે આવુ કરતા તમને કોઈ જોઈ ન લે.