રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

આજે ગુરૂવારે હળદરના આ ઉપાય બદલી નાખશે તમારુ જીવન

હળદર દરેક રસોઈનો મુખ્ય ભાગ છે. આ મસાલામાં સર્વાધિક મહત્વની છે. પણ જેટલુ આ આરોગ્ય માટે લાભકારી છે એટલુ જ ધાર્મિક મહત્વ પણ છે. હળદર એક પ્રકારની ઔષધી છે. જેમા દૈવીય ગુણ છે. વિવાહમાં વર-વધુને હળદર ચઢાવવા પાછળ પણ આ મહત્વ છે કે તેમને નેગેટિવ શક્તિઓથી બચાવવામાં આવે.  સાથે જ આરોગ્ય અને સુંદરતાના લાભ પણ મળે. હળદરના ધાર્મિક મહત્વ દરેક વ્યક્તિને પ્રભાવિત કરે છે. 
 
- પૂજા સમયે કાંડા પર કે ગરદન પર હળદરનો નાનકડો ટીકો લગાવવાથી બૃહસ્પતિ મજબૂત થાય છે અને વાણીમાં મજબૂતી આવે છે. 
- હળદરનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. તેનાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો અંત આવે છે. ગુરૂ ગ્રહમાં અનુકૂળતા આવે છે. 
- પૂજા પછી માથા પર હળદરનુ તિલક લગાવવાથી વિવાહ સંબંધી કાર્યોમાં સફળતા મળે છે. 
- ઘરની બાઉંડ્રીની દિવાલ પર જો હળદરની રેખા બનાવી દેવામાં આવે તો ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશતી નથી 
- ન્હાતી વખતે જો ન્હાવાના પાણીમાં ચપટી હળદર નાખીને ન્હાવામાં આવે તો આ શારીરિક અને માનસિક શુદ્ધતા આપે છે. કેરિયરમાં સફળતા માટે પણ આ પ્રયોગ અચૂક છે. 
- હળદરની ગાંઠ પર લાલ દોરો લપેટીને માથા પાસે મુકવામાંઅ અવે તો ખરાબ સપના આવતા નથી. બહારી હવાથી પણ બચાવ થાય છે. 
- દર ગુરૂવારે શ્રી ગણેશને માત્રે એક ચપટી હળદર ચઢાવવામાં આવે તો વિવાહ સંબંધી અવરોધો દૂર થાય છે. 
- ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પ્રતિમા પાછળ હળદરની પડિકી સંતાડીને મુકવામાં આવે તો જલ્દી લગ્નના યોગ બને છે. 
- હળદરના પ્રયોગથી જીવનમાં સંપન્નતા આવે છે. આ માણસની નકારાત્મકતા દૂર કરે છે. તેથી તેને હવનમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. 
- સૂર્યને હળદર ભેળવેલુ જળ ચઢાવવાથી છોકરીના લગ્ન મનપસંદ યુવાન સાથે થાય છે. ଓ
- હળદરની માળા દ્વારા કોઈપણ મંત્ર જાપ કરવામાં આવે તો વિલક્ષણ બુદ્ધિના સ્વામી બની શકો છો.