શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 28 નવેમ્બર 2018 (16:30 IST)

Priyanka -Nick wedding: પ્રિયંકા નિકની મહેંદી અને હળદર 29 નવેમ્બરથી શરૂ, 2 ડિસેમ્બરે થશે લગ્ન

Priyanka Chopra, Nick Jonas wedding  બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે. બંને 2 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના જોધપુર ઉમ્મૈદ ભવનમાં લગ્નના બંધનમાં બંધાશે.  દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જેમ પ્રિયંકા અનેનિક પણ બે રિતી રિવાજોથી લગ્ન કરશે. લગ્નની વિધિ 29 નવેમ્બરથી શરૂ થશે. ત્યારબાદ 2 ડિસેમ્બરના રોજ લગ્ન અને ત્યારબાદ દિલ્હીમાં કપલ રિસેપ્શન પાર્ટી પણ આપશે. 
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રિયંકા નિકના લગ્નના રિવાજ જોધપુરના ઉમ્મૈદ ભવન પેલેસમાં 29 નવેમ્બરથી શરૂ થવાના છે. લગ્ન હિન્દુ અને ક્રિશ્ચિયન બંને રીતિ રિવાજો મુજબ થશે.  આ પહેલા પણ એવુ કહેવાય રહ્યુ હતુ કે નિક પોતાના ગીત અને પ્રિયંકા પોતાના ડાંસ નંબર પર પરફોર્મ કરશે.  રિપોર્ટ મુજબ એવુ પણ કહેવાય રહ્યુ છેકે કપલ પોતાની ફર્સ્ટ ડેટ ઈવેંટૅને રિક્રેટ પણ કરશે. આ ઉપરાંત 30 નવેમ્બરના રોજ હળદર શરૂ થશે.  આ ઉપરાંત લગ્ન પહેલા એક કૉકટેલ પાર્ટી પણ આપવામાં આવશે. 
 
ડિસેમ્બરના બીજા અઠવાઅડિયે દિલ્હીના તાજ હોટલમાં રિસેપ્શન પાર્ટી આપવામાં આવશે.  સમાચારનુ માનીએ તો એક ચૉપર 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી બુક કરાવ્યુ છે. પ્રિયંકા હેલીકોપ્ટરમાં ઉદયપુરથી બેસશે અને હેલીકોપ્ટર સીધી ઉમ્મૈદ ભવન પર ઉતરશે.  ત્યારબાદ તે ઉદયપુર માટે પરત 3 ડિસેમ્બરને હેલીકોપ્ટરમાં બેસવાની છે.