શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Modified: શુક્રવાર, 30 જુલાઈ 2021 (15:34 IST)

Tokyo Olympics Day-8 LIVE: પીવી સિંઘુ સેમીફાઈનલમાં પહોંચી, ભારતીય હોકી ટીમ 1-0થી આગળ

ટોક્યો ઓલંપિકના આઠમા દિવસે એટલે કે શુક્રવારે ભારતે પોતાના ખોળામાં એક વધુ પદક નાખી લીધો છે. મુક્કેબાજ લવલીના બોરગોહેને મહિલાઓની 69 કિગ્રા વરગના ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપેની નિએન ચિન ચેનને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો અને આ ઓલંપિકમાં દેશ માટે બીજો મેડલ પાક્કો કર્યો. આ પહેલા વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ આ ઓલંપિકમાં ભારત માટે પહેલો પદક પાક્કો કર્યો હતો. તીરંદાજીમાં દીપિકા કુમારીનુ પદક જીતવાનુ સપનુ સતત ત્રીજીવાર તૂટી ગયુ. એથલીટ અવિનાશ સઆબલે પુરૂષોની 3000 મીટર સ્ટીપલચેજના પહેલા રાઉંડમાં હીટ 2 સ્પર્ધામાં સાતમા સથાન પર રહ્યા. શૂટિંગમાં મહિલાઓની 25 મીટર પિસ્ટલ ક્વાલીફિકેશન રેપિડ સ્પર્ધામાં રાહી સરનોબત અને મનુ ભાકરે ફરી એકવાર નિરાશ કર્યા. મુક્કાબાજી સિમરનજીત કૌર તેની અંતિમ મેચ હારી ગઈ.  ભારતની મહિલા ટીમે હોકીમાં આયર્લેન્ડને હરાવ્યું. મહિલા એથલીટ દુતી ચંદ સેમીફાઇનલમાં સ્થાન બનાવવાનુ ચુકી ગઈ.  ભારતીય મહિલા ખેલાડી પીવી સિંધુ બેડમિંટનમાં સેમિફાઇનલમાં પહોંચી છે.
- ભારતીય પુરુષ પુરુષ હોકી ટીમ પ્રથમ ક્વાર્ટરમાં જાપાન સામે 1-0થી આગળ છે.
 
-ભારતીય પુરુષ હોકી ટીમ અને જાપાન વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે.
 
- પીવી સિંધુ મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે બીજા સેટમાં  22-20થી અકાને યામાગુચીને હરાવી,  તેણે  યામાગુચીને સીધી ગેમમાં 21-13, 22-20થી હરાવ્યો. આ મેચ 56 મિનિટ સુધી ચાલી હતી. સિદ્ધુ ચંદ્રકથી એક સ્ટેપ જ દૂર છે.

ભારતીય બેડમિંટન ખેલાડી પીવી સિંધુએ જાપાનની અકાને  યામાગુચીને 21-13, 22-20થી હરાવી ટોક્યો ઓલિમ્પિક્સની મહિલા સિંગલ્સ ઇવેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. આ મેચ ખૂબ જ અઘરી હતી અને બંને ખેલાડીઓએ જીતવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા. હવે સિંધુ મેડલથી એક ડગલું દૂર છે. જો સિંધુ સેમિફાઇનલમાં જીતે છે, તો ભારત માટે મેડલ પાક્કો છે. 
 
રિયો ઓલિમ્પિક 2016 ની સિલ્વર મેડલ વિજેતા સિંધુએ બેડમિન્ટનમાં ભારતના પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલની આશા જીવંત રાખી છે. હવે તે થાઇલેન્ડની રત્તચાનોક ઈંતાનોન  અને ચાઇનીઝ તાઈપેની તાઈ ઝૂંગ યિંગની વચ્ચે બીજા ક્વાર્ટર ફાઇનલમાં જે વિજેતા બનશે તેની સામે ટકરાશે. સિંધુ અત્યારે ઉત્તમ ફોર્મમાં ચાલી રહી છે અને એવી અપેક્ષા છે કે તે આ વખતે ગોલ્ડ મેડલ લાવશે.