રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (16:11 IST)

આદિલ ખાન સાથે લગ્ન કર્યા બાદ Rakhi Sawant બની ફાતિમા, હવે સતાવી રહ્યો છે ડર

ડ્રામા ક્વીન રાખી સાવંતે પોતાના બોયફ્રેંડ આદિલ દુર્રાની સાથે લગ્નની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કરી ફેંસને હેરાન કર્યા છે.  પહેલા તો ફેંસને રાખીની આ વાત પર વિશ્વાસ જ ન થયો અને પછી જ્યારે ફેંસ તેમની તસ્વીરો જોઈને આવાતને કબૂલ કરી શક્યા કે અભિનેત્રીએ લગ્ન કરી લીધા છે. અને ત્યા સુધી તો રાખી સાવંતે નવો બોમ્બ ફોડ્યો.  રાખીએ કહ્યું કે તેણે ગયા વર્ષે જુલાઈમાં જ આદિલ સાથે કોર્ટ મેરેજ અને નિકાહ કર્યા હતા, પરંતુ આદિલના કહેવા પર આ વાત અત્યાર સુધી બધાથી છુપાવી રાખી હતી. રાખી અને આદિલના લગ્નની તસવીરો સામે આવ્યા બાદ અહેવાલ છે કે રાખીએ પણ પોતાનો ધર્મ બદલીને ફાતિમા નામ રાખ્યું છે.

 
આદિલ દુર્રાનીએ લગ્નના સમાચારને બકવાસ અને ફેક બતાવ્યુ છે. જ્યારબાદથી રાખી સાવંતને લવ જિહાદનો ભય સતાવી રહ્યો છે. રાખીએ એક ઈંટરવ્યુમાં બતાવ્યુ કે આદિલ દુર્રાનીનો પરિવાર તેના પર દબાણ બનાવી રહ્યો છે. જેને કારણે તે વાત પણ નથી કરી રહ્યો  તેણે કહ્યુ કે જ્યારે તે બિગ બોસ મરાઠી 4માં બંધ હતી તો આદિલ કોઈ અન્ય યુવતી સાથે રિલેશનમાં આવી ગયો હતો આ દરમિયાન ઘણુ બધુ થયુ, જેને કારણે અચાનલ લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરવી પડી. આવુ પહેલીવાર નથી જ્યારે રાખીના લગ્નના સમચાર ચર્ચામાં હોય.