મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મુંબઈ , મંગળવાર, 26 જૂન 2018 (11:46 IST)

દિશાની સ્તુતિ - તારક મહેતાની દયા બેને શેયર કરી પોતાની પુત્રીની પ્રથમ તસ્વીર

. નાના પડદાની હિટ સીરિયલ તારક મહેતા કા  ઉલ્ટા ચશ્મામાં દયા બેન ગડાનો રોલ ભજવીને ઘરે ઘરે ફેમસ થનારી દિશા વકાની ઘણા સમયથી આ સીરિયલમાંથી ગાયબ છે. કારણ કે તે પોતાની પુત્રીની દેખરેખમાં વ્યસ્ત છે.   દિશાએ પહેલીવાર પોતાની પુત્રી લોકો સાથે શેયર કરી છે 
 
દિશાની પુત્રીનુ નામ  સ્તુતિ છે અને તે સાત મહિનાની થઈ ગઈ છે.  ઉલ્લેખનીય છે કે દિશાએ ત્રણ વર્ષ પહેલા જ મયૂર પંડ્ય અસાથે લગ્ન કર્યા હતા.  અને ગયા વર્ષે 30 નવેમ્બરના રોજ એક પુત્રીને જન્મ આપ્યો હતો.  દર્શકો તેમને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સીરિયલમાં મિસ કરી રહ્યા છે. પ્રથમ તેમને કમબેકના સમાચાર આપ્યા હતા પણ હાલ તેઓનુ કહેવુ છે કે તેમને પુત્રી માટે હજુ થોડો વધુ સમય જોઈશે..

દિશાએ પુત્રીની તસ્વીર ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે અને સાથે પોતાના મંદિરમાં દર્શન કરવાની પણ. જ્યા તે તાજેતરમાં પુત્રી અને પોતાના પરિવાર સાથે ગઈ હતી. 
 
દિશા વકાનીએ ગુજરાતી નાટક કમાલ પટેલ વર્સેસ ધમાલ પટેલ અને લાલી લીલા દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવતા પહેલા તેણે શાહરૂખની ફિલ્મ દેવદાસ અને ઋત્વિક રોશનની જોધા અકબરમાં પણ કામ કર્યુ. વર્ષ 2008માં જ્યારથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ થયુ ત્યારથી તે શો નો ભાગ છે.  શો માં તેની અને જેઠાલાલનો રોલ ભજવી રહેલ દિલીપ જોશીની જોડીને ટીવીની હિટ જોડી માનવામાં આવે છે.