નાગિન 6: એકતા કપૂરે કરી નાગિન સિઝન 6ની જાહેરાત, આ તારીખથી નવો શો થશે શરૂ
કલર્સ ટીવી(Colors Tv)ના બિગ બોસ 15(Bigg Boss 15) માં, આજે સલમાન ખાન(Salman Khan)ની 'વીકેન્ડ કા વાર'માં એકતા કપૂર (Ekta Kapoor) તેની બે પ્રખ્યાત નાગીન્સ (Naagin 6) સાથે જોડાઈ હતી. તેણે બિગ બોસના મંચ પર નાગીનની નવી સીઝનની જાહેરાત કરી. તેણે કહ્યું કે ટૂંક સમયમાં જ નાગિન તેની આગામી સિઝન એટલે કે સિઝન 6 સાથે ઓન એયર થવાની છે. તેણે કહ્યું કે દરેક સીઝનની જેમ આ સીઝનમાં પણ નાગીનમાં બે અભિનેત્રીઓ પસંદ કરવામાં આવશે, જે એકબીજા સાથે ટકરાશે, પરંતુ હાલમાં તેણે એક નાગિનને પસંદ કરી ચુકી છે.
સલમાન ખાન દ્વારા પૂછવામાં આવતા એકતા કપૂરે કહ્યું કે તે નાગીનનું પાત્ર ભજવનારી અભિનેત્રીનું પૂરું નામ તે હાલ જાહેર કરશે નહીં પરંતુ તે કહેવા માંગે છે કે તેની હિરોઈનનું નામ 'M' થી શરૂ થાય છે. ટૂંક સમયમાં દર્શકોને આ શોનો પ્રોમો જોવા મળશે. તેણે એમ પણ કહ્યું કે તે બિગ બોસ 'વીકેન્ડ કા વાર'માં ભાગ લેવા માટે તેની સાથે બે નાગિનને પણ લાવી છે. એકતા કપૂરની સાથે તેની ફેવરિટ નાગિન સુરભી ચંદના(Surbhi Chandna) અને સીઝન 2ની નાગિન અનિતા હસનંદાની(Anita Hassanandani) પણ સલમાનને મળી હતી.