કરણ મેહરાનો દાવો, પત્ની મારા પર થુંકી, ખુદને હિટ કરીને મને ફસાવ્યો

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો ના અભિનેતા

karan mehara
Last Updated: મંગળવાર, 1 જૂન 2021 (15:33 IST)
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો ના લીડ અભિનેતા કરણ મેહરા સોમવારે રાત્રે અરેસ્ટ થયા હતા. પત્ની નિશાએ તેમના પર મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સમગ્ર મામલા પર કરણે એક પ્રાઈવેટ ચેનલ સાથેની વાતચીતમાં પોતાનો પક્ષ રજુ કર્યો છે.

કરણ મેહરાએ કહ્યુ કે આ ખૂબ જ દુખની વાત છે કે આટલા વર્ષની મહેનત, આટલા વર્ષના તમારા લગ્ન મા& આ બધુ થવુ દુખની વાત છે. છેલ્લા એક મહિનાથી ડિસ્કશન ચાલી ર હ્યુ છે કારણ કે થોડા સમયથી અમારી વચ્ચે બધુ ઠીક નહોતુ.
અમે વિચારી રહ્યા હતા કે અમારે અલગ થઈ જવુ જોઈએ કે શુ કરીએ. તેથી અમે બધુ ઠીક કરવાની કોશિશ કરી રહ્યા હતા.
આ માટે નિશાના ભાઈ રોહિત સેઠિયા પણ આવ્યા હતા. નિશા અને તેમના ભાઈ એક એલિમની એમાઉંટ માંગી રહ્યા હતા પણ તે એમાઉંટ એટલી વધુ હતી કે હુ કહ્યુ કે મારે માટે આ પોસિબલ નથી. એલિમનીની વાત થઈ રહી હતી કે ગઈકાલે રાત્રે ફરી તેના પર વાત ચાલી. રાત્રે 10 વાગે તે મારી પાસે આવી અને આ વાતને લઈને ત્યારે પમ મે તેને કહ્યુ કે આ શક્ય નથી. મને તો તેણે કહ્યુ કે તમે લોકો લીગલી કરી લેજો અને મે કહ્યુ કે ઠીક છે લીગલ જ કરીએ.

આગળ કરણે કહ્યુ, ત્યારબાદ મે મારા રૂમમાં આવી ગયો અને પછી હુ મારી મમ્મી સાથે વાત કરી રહ્યો ત્યારે નિશા પણ અંદર આવી અને મારી મમ્મી અને મારા પપ્પાને અને મારા ભાઈને ગાળો આપવી શરૂ કરી.
એ જોરજોરથી ચીસો પાડવા લાગી એટલુ જ નહી તે મારા પર થુંકી.
મે નિશાને કહ્યુ કે તુ બહાર જા પછી નિશાએ મને ધમકી આપી કે જુઓ હવે હુ શુ કરુ છુ અને તે બહાર જતી રહી.

નિશાએ દિવલ પર માથુ પછાડ્યુ અને સૌને કહ્યુ કે કરણે મને માર્યુ. નિશના ભાઈએ આવીને મારી પર હાથ ઉઠાવ્યો. નિશાના ભાઈએ મારા પર અસોલ્ટ કર્યુ. તેમને મને લાફો મારો અને ચેસ્ટ પર પણ માર્યુ.
મે નિશાના ભાઈને કહ્યુ કે મે નિશા પર હાથ નથી ઉઠાવ્યો અને તમે ઘરના કેમેરામાં આ ચેક કરી શકો છો.
પણ કેમેરા પહેલાથી બંધ કરી દીધા હતા.
કરણે કહ્યુ કે - તેમણે વીડિયો રેકોર્ડ કરવો શરૂ કર્યો અને પછી પોલીસ બોલાવી, પણ પોલીસે પણ કશુ ન કર્યુ કારણ કે તેઓ
પણ જાણતા હતા કે સત્ય શુ છે. ખોટા કેસ કરશો તો સત્ય તો સામે આવશે જ. જ્યારે પણ ઈંવેસ્ટીગેશન થશે તો સત્ય બહાર જરૂર આવશે.

કરણે કહ્યુ - નિશા કોઈપણ એમાઉંટ માંગશે તો હુ ક્યાથી લાવીશ.
છુટાછેડા થઈ રહ્યા હતા અમારા. હુ આટલા પૈસા તો નથી લાવી શકતો ને.
આ બધુ હુ કાવિશ મારા પુત્ર માટે કરી રહ્યો હતો

સારી રીતે વાતચીત દ્વારા પણ મેટર સોલ્વ થઈ શકે છે. મારા મમ્મી પપ્પા પણ કોશિશ કરી રહ્યા હતા. પણ નિશા મને છોડીને જતી રહી અને હુ જોઈ રહ્યો હતો કે તે મને મારા બાળકથી પણ દૂર કરવાની કોશિશ કરી રહી છે.

કરણ બોલ્યો - હુ પોલીસ સ્ટેશનમાં હતો. પછી હુ મારા મિત્રને ઘરે જતો રહ્યો, પણ જે નિશા ઈચ્છતી હતી તે ન થયુ મારી સાથે. પોલીસે પણ મારી સાથે વાતચીત કરી અને મારી પાસેથી જાણ્યુ કે કેવી રીતે નિશાએ સંબંધ સાચવવાને બદલે તેને વધુ બગાડી નાખ્યો.

આ સમગ્ર કેસમાં હજુ સુધી નિશા તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી.
કરણ અને નિશાની વાત કરીએ તો તેઓ લાંબા સમયથી સાથે છે અને 2012માં તેમના લગ્ન થયા.

કરણ અને નિશાનો એક પુત્ર છે. કરણના પુત્રનુ નામ કવિશ છે. કરણ બિગ બોસમાં પણ જોવા મળ્યો છે.


આ પણ વાંચો :