શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2021
Written By
Last Updated : સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (13:11 IST)

Budget Live -ઈનકમ ટેક્સમાં રાહતોનુ એલાન કરી રહ્યા છે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, વાંચો દરેક અપડેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કોરોના સંકટ પછીનુ પહેલુ સામાન્ય બજેટ રજુ કરવાની છે. નાણાકીય વર્ષ 2021-22 ના આ બજેટને આર્થિક વૈક્સીન પણ કહેવામાં આવી રહ્યુ છે. આવામાં એ જોવાનુ છે કે કયા સેક્ટર્સ માટે સરકાર કયા મોટા એલાન કરે છે.  આ દેશનુ પ્રથમ પેપરલેસ બજેટ હશે નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્વદેશી વહીખાતાને આ વખતના ટેબલેટ દ્વારા રજુ કરવાનો નિર્ણય કર્યો છે. ટેબલેટને લાલ રંગના કપડામાં બાંધતા જોવા મળ્યા છે. નિર્મલા સીતારમણ 11 વાગ્યે સંસદમાં પોતાનુ બજેટ ભાષણ આપવુ શરૂ કરશે. આ પહેલા સવારે 10.15 વાગે કેન્દ્રીય કેબિનેટની બેઠક થશે. એસોચૈમ-પ્રાઈમસના એક સર્વેમાં બજેટને લઈને કહેવામાં આવ્યુ છે કે સરકાર સૌથી વધુ ફોકસ હેલ્થ સેક્ટર પર થઈ શકે છે.  આ ઉપરાંત ખેડૂતો સાથે જોડાયેલ મુદ્દા પર પણ સરકાર મોટુ એલાન કરી શકે છે. 
 
એવુ કહેવામાં આવે છે કે પીએમ ખેડૂત સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળનારા લાભમાં વધારો કરવામાં આવી શકે છે. હાલ આ સ્કીમ હેઠળ વાર્ષિક 6000 રૂપિયાની રકમ મળે છે.  આ દરમિયાન બજેટ પહેલા આર્થિક મોરચા પર દેશને મોટી ખુશખબર મળી શકે છે. જાન્યુઆરીમાં 1.20 લાખ કરોડ રૂપિયાની જીએસટી કલેક્શન થયુ છે. જો કે ગુડ્સ એંડ સર્વિસેજ ટેક્સ (જીએસટી) સિસ્ટમને લાગૂ કર્યા પછીથી સૌથી વધુ છે. ગયા મહિને 1.15 લાખ કરોડ રૂપિયાનુ જીએસટી કલેક્શન થયુ હતુ.  જ્યારે કે ગયા વર્ષના આ મહિનાના મુકાબલે 10 હજાર કરોડ રૂપિયાનુ વધુ રાજસ્વ મળ્યુ છે. 
 
12:54 PM, 1st Feb
-  ત્રણ વર્ષ જૂના ટેક્સનો કેસ નહી ખુલે, નાણા મંત્રીએ કર્યુ એલાન 
ત્રણ વર્ષ જૂના ટેક્સના કેસ હવે નહી ખુલે. આ પહેલા ટેક્સ અસેસમેંટની સીમા 6 વર્ષ હતી. આ રીતે સરકારે ટેક્સેશન સિસ્ટમની જટિલતાને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. 
 
- ઈનકમ ટેક્સના સેક્શન 80EEA હેઠળ હવે છૂટને 31 માર્ચ 2022 સુધી લેવાય લોન પર લાગૂ કરવામાં આવશે.  નાણામંત્રીએ કહ્યુ કે અમે જીએસટીને પણ સરળ કરવાના ઉપાય કર્યા છે. 
 
12:49 PM, 1st Feb
 
- 75 વર્ષથી વધુ વયના વડીલોને હવે ઈનકમ ટેક્સ રિટર્ન નહી ભરવ પડે. આવા લોકોને આ રાહત મળશે, જેમની કમાણીનો સ્ત્રોત ફક્ત પેંશન હશે 
- નાણાકીય ખોટ 6. 8  ટકા મુકવાનો પ્રયાસ રહેશે.  નાણામંત્રીએ કહ્યુ કે 2020-21 માં તેના 9.5 ટકા રહેવાનુ અનુમાન છે. 
-ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળના ચા ના બગીચાના મજૂરો માટે પણ નાણામંત્રીએ 1000 કરોડ રૂપિયાની વહેંચણી કરવાનુ એલાન કર્યુ છે. આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. માર્ગ પરિયોજનાઓ માટે પણ 25,000 કરોડનુ એલાન કરવામાં આવ્યુ છે. 
 
- ડિઝિટલ પેમેંટને પ્રોત્સાહિત કરવા માટે 1500 કરોડ રૂપિયાની વહેંચણી 
 
-દેશમાં ડિઝિટલ પેમેંટને પ્રોત્સાહિત કરવા માટે સરકારે 1500 કરોડ રૂપિયાની વહેચણી કરવાનો નિર્ણય કર્યો છે. આ રકમ ડિઝિટલ પેમેંટના ઈંસેંટિવના રૂપમાં ખર્ચ કરવામાં આવશે. 
 
- ડિઝિટલ જનગણના કરાવવાનુ એલાન નાણામંત્રીએ કર્યુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમને આ માટે  3,760 કરોડ રૂપિયાની રકમ રજુ કરવાનુ એલાન કર્યુ છે. 

12:18 PM, 1st Feb
- આદિવાસીઓ માટે ખુલશે એકલવ્ય સ્કુલ, 100 નવી સૈનિક સ્કુલનુ પણ એલાન. દેશભરમાં 100 નવી સૈનિક શાળા ખોલવામાં આવશે. લેહમાં નવા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના થશે. આદિવાસી શાળામાં એકલવ્ય સ્કુલ ખોલવામાં આવશે. 
 
-દેશભરમાં પાકનુ MSP પર ખરીદી રજુ થશે 
નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે દેશભરમાં પાકની MSP પર ખરીદ કાયમ રહેશે.  તેમણે કહ્યુ કે આપણી સરકારે MSPને દોઢ કલાક સુધી વધારવાનુ કામ કર્યુ છે.

- 5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી માટે મૈન્યૂફૈક્ચરિંગ સેક્ટર પર ફોક્સ
5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી માટે મૈન્યુફેક્ચરિંગ સેક્ટર પર ફોક્સ રહેશે. આત્મનિર્ભર ભારત યોજના અને મેક ઈન ઈંડિયા જેવી સ્કીમો પર રહેશે ફોકસ 
 
-અર્બન ક્લીન ઈંડિયા મિશન માટે આપવામાં આવશ્બે 1  લાખ 41 હજાર કરોડ રૂપિયા આપવાનુ એલાન કર્યુ છે. નાણાપ્રધાને કહ્યુ કે સ્વચ્છતા મિશન પર પણ  74,000 કરોડ રૂપિયા ખર્ચ થશે. 

12:01 PM, 1st Feb

-  વીમા ક્ષેત્રમાં એફડીઆઈની લિમિટ હવે 74 ટકા સુધી વધવાનુ એલાન નાણામંત્રીએ ડૂબેલા કર્જ માટે મોટુ એલાન કરતા મેનેજમેંટ કંપની બનાવવાની વાત કરી છે. 
- ચૂંટણી રાજ્યો પર ખાસ નજર, બંગાળ, તમિલનાડુ માટે આ સ્કીમોનુ એલાન 
- તમિલનાડુમાં હાઈવે પ્રોજેક્ટ્સ માટે 1 લાખ કરોડ રૂપિયાની રકમનુ એલાન. અસમ માટે રજુ થશે 35 હજાર કરોડ. પશ્ચિમ બંગાળ માટે રજુ થશે 25 હજાર કરોડ રૂપિયા. કન્યાકુમારી કોરિડોર પર ખર્ચ થશે 65 હજાર કરોડ 

11:48 AM, 1st Feb
- પશ્ચિમ બંગાળ સહિત  આ રાજ્યોમાં રોડ પ્રોજેક્ટ્સ પર નજર 
 
બંગાળ, અસમ, તમિલનાડૂમાં રોડ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા મોટ એલાન, આવતા વર્ષે તૈયાર થશે 8500 કિલોમીટરના રોડ પ્રોજેક્ટ 
 
- આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના પર ખર્ચ થશે 64180 કરોડ 
 
નાણામંત્રીએ આત્મનિર્ભર સ્વસ્થ ભારતની યોજનાની લૉન્ચિંગનુ એલાન કર્યુ. આ સ્કીમ પર આગામી 6 વર્ષમાં 64,180 કરોડ રૂપિયાની રકમ ખર્ચ થશે. 

11:40 AM, 1st Feb
- ખેતી માટે મોટુ એલાન કરશે નાણા મંત્રી ? કહ્યુ ખેડૂતોની કમાણી વધશે 
 
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ વાંચતા કહ્યુ ખેડૂતોની આવકમાં વધારો થશે. આવામાં આશા છે કે કૃષિ સેક્ટર માટે કેટલાક મોટા એલાન કરી શકે છે. 
 
- જૂના વાહનો માટે આવશે સ્ક્રૈપ પોલીસી, દરેક ગાડી માટે જરૂરી રહેશે ફિટનેસ સર્ટિફેકેટ વોલંટ્રી સ્ક્રૈપ પોલિસી જલ્દી થશે લોંચ 
 
- નાણામંત્રી બોલ્યા હેલ્થ સેકટર પર રહેશે ફોક્સ, કહ્યુ - અમારો મંત્ર સ્વસ્થ ભારત 
નાણામંત્રીએ કહ્યુ કે અમારો મંત્ર સ્વસ્થ ભારત છે. પહેલાથી જ અમારી પાસે ક્રોરોનાનો સામનો કરવા માટે 2 વેક્સીન છે 
 
- કોવિડ વેક્સીન માટે 35000 કરોડ રૂપિયાની વહેચણી 
 
કોવિડ વેક્સીનને વિક્સિત કરવા માટે સરકારે 35000 કરોડ રૂપિયાની રકમની વહેંચની કરી. નાણામંત્રીએ કહ્યુ કે જો તેનાથી વધુ રકમની જરૂર હશે તો તે પણ પુરી પાડવામાં આવશે. 

11:22 AM, 1st Feb
આત્મનિર્ભર ભારત સ્કીમને નાણામંત્રીએ 'મિનિ બજેટ'  યોજના ગણાવી
નાણાં પ્રધાને કહ્યું કે આત્મનિર્ભર  ભારત માટે જીડીપીના 13 ટકા જેટલી રકમ  ફાળવવામાં આવી છે. નિર્મલા સીતારામને કહ્યું કે, આ  મિનિ બજેટ જેવું છે.
 
ખેતી માટે મોટુ એલાન કરશે નાણા મંત્રી ? કહ્યુ ખેડૂતોની કમાણી વધશે 
 
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ વાંચતા કહ્યુ ખેડૂતોની આવકમાં વધારો થશે. આવામાં આશા છે કે કૃષિ સેક્ટર માટે કેટલાક મોટા એલાન કરી શકે છે. 

11:16 AM, 1st Feb
નાણાપ્રધાને વૈજ્ઞાનિકોને આપી સલામ, કહ્યું- ભારત પાસે કોરોના રસી છે જે રસી ભારત આખી દુનિયા સુધી પહોંચાડશે 
 
ભારતમાં કોરોના રસી છે. અમે આ માટે વૈજ્ઞાનિના આભારી છીએ. આ રસી આપણા નાગરિકો માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે છે.
 
- નાણાપ્રધાને કહ્યુ પીએમ ગરીબ કલ્યાણ યોજનાઓ  ઉલ્લેખ, 12 કરોડ લોકોને મળશે મદદ 
 
નાણાકીય મંત્રીએ લોકડાઉન દરમિયાન પીએમ ગરીબ કલ્યાણ યોજનાનો કર્યો ઉલ્લેખ, કહ્યુ આ સ્કીમથી 12 કરોડથી વધુ લોકોને મળી મદદ 
 
11:09 AM, 1st Feb
 
કાળુ ગાઉન પહેરીને અને હાથમાં બેનરો લઈને પહોંચ્યા કોંગ્રેસ સાંસદ, કૃષિ કાયદાનો કરી રહ્યા છે વિરોધ

11:01 AM, 1st Feb
ઈકોનોમીને ગતિ આપવા માટે નાણાકીય મંત્રીથી આ આશાઓ 
 
ઈકોનોમીને પાટા પર લાવવા માટે નાણાકીય મંત્રીની તરફથી કશુક એલાન કરવાની આશા છે. જેવુ કે ખર્ચમાં વધારો, ટેક્સમાં રાહત જેથી માંગ વધે  બૈડ બેંકનુ એલાન જેથી એનપીએની  સમસ્યા ખતમ થય અને બેંકોનુ પૂંજીકરણ.   આ ઉપરાંત સંકટમાં ધેરાયેલા સેક્ટર્સ માટે પણ મોટા એલાનની આશા