સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2021
Written By
Last Modified: સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (18:32 IST)

Budget 2021: ન્યૂમોકોકલ વૈક્સીન શુ છે ? નાણામંત્રી બોલ્યા - દર વર્ષે બચશે 50 હજાર બાળકોનો જીવ

કોરોના વાયરસ મહામારી પછીથી જ આખી દુનિયા પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ ચિંતિત અને જાગૃત થઈ ગઈ છે. પહેલાન આ મુકાબલે હવે લોકો પોતાના આરોગ્ય ને લઈને ખૂબ ચિંતા કરી રહ્યા છે. જેથી તેઓ ભવિષ્યમાં થનારી કોઈપણ પ્રકારના રોગથી બચી શકે. જેની એક ઝલક આજે સોમવારે સંસદમાં રજુ થયેલ બજેટ 2021માં પણ સ્પષ્ટ જોવા મળી. જ્યા ન્યુમોકોકલ વૈક્સીનના વિશે પ ણ આ બજેટમાં બતાવ્યુ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબલ્યુ એચઓ દ્રારા ભારતના પુણેમાં સ્થિત સિરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા દ્વારા વિકસિત કરવામા આવે ન્યૂમોકોકલ વૈક્સીનને આરંભિત સ્તર પર સ્વીકૃતિ આપવામાં આવી છે.  પણ તમે આ વૈક્સીન વિશે કેટલુ જાણો છો ? કદાચ ખૂબ ઓછુ. તો ચાલો તમને તેના વિશે બતાવીએ છીએ. 
 
શુ છે ન્યૂમોકોકલ વૈક્સીન ? દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યુ કે ન્યૂમોકોકલ વૈક્સીનને દેશભરમાં શરૂ કરવામાં આવશે.  તેનાથી દર વર્ષે 50 હજાર બાળકોનો જીવ બચાવી શકાશે. ઉલ્લેખનીય છે કે ન્યૂમોકોકલ વૈક્સીન એક ખાસ પ્રકારના ફેફડાના સંક્રમણ જેવા કે - નિમોનિયાને રોકવાની એક વિધિ છે અને આ ન્યૂમોકોકસ નામના જીવાણુને કારણે હોય છે. ન્યૂમોકોકસ બેક્ટેરિયાના 80થી વધુ પ્રકારોમાંથી 23ને વૈક્સીન દ્વારા ઠીક કરી શકાય છે. અનેક લોકોના શરીરમાં ન્યૂમોકોકસ બૈક્ટેરિયા હોય છે, અને તે બીમાર હોતા નથી. પણ જ્યારે આ લોકો છીંકે છે, શ્વાસ લે છે કે પછી ખાંસી ખાય છે તો બેક્ટેરિયાને દ્રવની અતિસૂક્ષ્મ ટીપાના રૂપમાં ફેલાવીને અન્ય વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. 
 
કેમ જરૂરી હોય છે ન્યૂમોકોકલ  વૈક્સીન  ?
 
ન્યૂમોકોકલ વૈક્સીન ? ન્યૂમોકોકલ એક સંક્રમક રોગ છે અને અ એક વ્યક્તિથી બીઝામાં ખૂબ જ સહેલાઈથી ફેલાય છે. જેમા રક્ત, ફેફ્સા અને કરોડરજ્જુની પરતમાં ગંભીર સંક્રમણ થવાની શક્યતા વધુ હોય છે.  આ રોગ મુખ્ય રૂપથી બાળકો, વડીલો સહિત એ લોકો માટે ઘાતક હોઈ શકે છે જે પહેલાથી અન્ય ગંભીર બીમારીઓથી ગ્રસ્ત છે.  ભારતમાં વર્ષ 2018માં નિમોનિયાના કારણે લગભગ એક લાખ 27 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ ઉપરાંત નિમોનિયા અને ડાયેરિયા ભારતમાં પાંચ વર્ષથી ઓછા વયના બાળકોના મૃત્યુનુ સૌથી મુખ્ય કારણમાં સામેલ છે.  તેથી આ રોગથી બચવા માટે ન્યૂમોકોકલ વૈક્સીનની જરૂર છે. 
 
 
આ રસી કોને આપી શકાય?
 
જ્યારે કોઈપણ રસી તૈયાર થાય છે, ત્યારે તેની કેટલીક સીમા હોય છે કે આ કોને આપી શકાય છે અને કોણે નહી.  આ કડીમાં, જો આપણે ન્યુમોકોકલ રસી વિશે વાત કરીશું, તો આ રસી બે વર્ષથી નીચેના બાળકો અને 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને આપી શકાય છે. ઉપરાંત, આરોગ્ય અને આરોગ્યની ચોક્કસ સ્થિતિવાળા બાળકો અને પુખ્ત વયના લોકોને રસી આપી શકાય છે.
 
 
રસીના ચાર ડોઝ બે વર્ષથી ઓછી ઉંમરના શિશુઓને આપવામાં આવે છે. પ્રથમ ડોઝ શિશુને બે મહિનાની ઉંમરે, બીજો ડોઝ ચાર મહિનામાં, ત્રીજો ડોઝ છ મહિનામાં અને ચોથો અને છેલ્લો ડોઝ 12 થી 15 મહિનામાં આપવામાં આવે છે. સાથે જ જેમની વય  65 વર્ષ કે તેથી વધુ છે તેમને એક જ રસીનો ડોઝ આપવામાં આવે છે. જો કે, બેથી 64 વર્ષની ઉંમરે માત્ર વિશેષ રોગ્યની સ્થિતિમાં રસી આપવામાં આવે છે.