Last Modified: ગઝની , શુક્રવાર, 30 મે 2008 (16:37 IST)
અફઘાનના રશિંદા જિલ્લા પર તાલિબાનનો કબજો
ગઝની(ભાષા) મધ્ય અફઘાનિસ્તાનના એક જિલ્લામાં તાલિબાની આતંકવાદીઓએ પોલીસ અને વહિવટીતંત્રને બાનમાં લઈને સમગ્ર જિલ્લા પર કબજો જમાવી લીધો છે. પ્રાંતિય ગવર્નર અને વિદ્રોહીયોના એક પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, ઉગ્રવાદીઓએ ગઈકાલે ગઝનીના મધ્યપ્રાંતના રશિંદા નામના જિલ્લા પર આક્રમણ કર્યુ હતુ.
પ્રાંતિય પોલીસ પ્રમુખ ખાન મહંમદ મુઝાહિદે માહિતી આપી હતી કે, તાલિબાનીઓએ ભીષણ લડાઈ છેડીને જિલ્લાના વહિવટી તંત્ર તથા પોલીસ વિભાગને બાનમાં લઈ લીધુ હતુ અને સમગ્ર જિલ્લા પર કબજો જમાવી તેનુ નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધુ હતુ. તાલિબાનીઓએ જિલ્લા પ્રમુખ તથા પોલીસ અધિકારીઓને બાનમાં લઈ લીધા હતા.