Makar sankranti 2022 - મકરસંક્રાતિના દિવસે સ્નાન દાન નુ વિશેષ મહત્વ હોય છે.
મકર સંક્રાતિ (Makar sankranti) એ ગુજરાતનો ખાસ તહેવાર છે. ઉત્તરાણના દિવસે આપણે પતંગ ચગાવવાની અને ઉંધિયુ જલેબી ખાવાની ગુજરાતીઓને મજા આવે છે. પણ ઉત્તરાયણ કે મકર સંક્રાતિનો ધાર્મિક મહત્વ પણ ખાસ છે. જે દિવસે સુર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તે દિવસને સંક્રાંતિ કહેવાય છે. પણ જે દિવસે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસે સ્નાન દાન નુ વિશેષ મહત્વ હોય છે.
જ્યારે પણ સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ત્યારે સંક્રાતિ ઉજવાય છે. આ રીતે વર્ષમાં 12 સંક્રાતિ આવે છે. પણ બધી સંક્રાતિઓમાંથી મકર સંક્રાતિનુ વિશેષ મહત્વ માનવામાં આવે છે. જ્યોતિષ મુજબ મકર સંક્રાતિના દિવસે જ સૂર્ય ભગવાન ઉત્તરાયણ થઈ જાય છે. સૂર્યના ઉત્તરાયણ થતા જ દિવસ મોટા અને રાત નાની થવી શરૂ થઈ જાય છે. આ દિવસે મળમાસની સમાપ્તિ થવાથી લગ્ન ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્ય જે એક મહિનાથી બંધ છે તે ફરીથી શરૂ થઈ જશે. મકર સંક્રાતિ આમ તો દરેક રાશિ માટે ફળદાયક હોય છે પણ મકર અને કર્ક રાશિ માટે આ વધુ લાભદાયક છે.
ખિચડીનો મહત્વ
મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું પણ ઘણું છે. આ દિવસે આપણે તલ સાંકળી અને ગોળથી બનેલી મીઠાઈઓ ખાઈએ છીએ તેની પાછળ પણ આયુર્વેદિક કારણ છે.
આયુર્વેદ મુજબ આ ઋતુમાં ચાલનારી હવા અનેક બીમારીઓનુ કારણ બની શકે છે. તેથી પ્રસાદના રૂપમાં ખિચડી તલગોળથી બનેલી મીઠાઈ ખાવાનુ પ્રચલન છે. તલ ગોળથી બનેલી મીઠાઈ ખાવાથી શરીરની અંદર રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે.
આ બધી વસ્તુઓ ખાવાથી શરીરની અંદર ગરમી પણ વધે છે.14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાતિના સાથે જ ઠંડી ઓછી થવાની શરૂઆત થાય છે.મકર સંક્રાતિના દિવસે પ્રસાદના રૂપમાં બનાવેલ ખિચડી પણ આપણા આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. ખિચડી ખાવાથી પાચન ક્રિયા સુચારુ રૂપથી ચાલે છે. આ ઉપરાંત જો આ
ખિચડી વટાણા અને આદુ મિક્સ કરીને બનાવવામાં આવે તો શરીર માટે ખૂબ લાભકારી હોય છે.
ખિચડી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા ઉપરાંત બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે.
એક સંક્રાતિથી બીજી સંક્રાતિની વચ્ચેનો સમય સૌર માસ કહેવાય છે.