Last Updated : શનિવાર, 6 ફેબ્રુઆરી 2016 (11:53 IST)
જીવનમાં લાવીએ વસંત....
નૈસર્ગિક પ્રકૃતિ વર્ષમાં બે વાર આપો આપ ખીલી ઉઠી છે. એક વર્ષા ઋતુમાં અને બીજી વસંતમાં. પરંતુ બંનેમાં વસંતનું મહત્વ ઘણું વધારે અને પ્રબળ છે. વસંતને ઋતુઓની રાણી કહેવામાં આવે છે જે સહેજ પણ અનુચિત નથી.
વસંતના આગમનની સાથે જ પ્રકૃતિમાં જાણે કે નવો પ્રાણ ફુંકાય છે. પાનખરમાં બોળીયા થઇ ગયેલા છોડ, વૃક્ષો કોમળ અને યુવાન લાગે છે. ભારતીય વેલેન્ટાઇન ડે સમા વસંતોત્સવનું સામાજિક, ધાર્મિક સહતિ અનેક રીતે મહત્વ છે. જીવનને પ્રફુલ્લિત કરતા કદુરતના સંકેતને સમજવા જેવો છે.
દરેકના જીવનમાં દુખના નાના મોટા પ્રસંગો વણમાગ્યા આવે જ છે. પરંતુ જે કુદરતને અંદરથી જાણે છે એ છેવટે બાજી મારી જાય છે. રાત પછી દિવસ એમ પાનખર પછી વસંત આવે જ છે. આ સત્ય અને જગ જાહેર છે. કુદરત પણ આ વાત આપણને વગાડી વગાડીને કહે છે. આમ છતાં આપણે એ ઇશારાને સમજી શકતા નથી.
પાનખરમાં રસ્તે પસાર થતાં આપણે વૃક્ષોને બોળીયા થવાના સાક્ષી બનીએ છીએ અને એના કેટલાક સમય બાદ એઝ વૃક્ષોને વસંતમાં નવજીવન મેળવતા પણ જોઇએ છીએ. આમ છતાં નાની નાની બાબતોના દુખોને આપણે ક્યારેક મોટો પહાડ બનાવી દઇએ છીએ. પાનખરને દુર કરતા વસંતોત્સવની ઉજવણી સાથે આપણે આ રહસ્યને આપણા જીવનમાં ઉતારીએ અને વધુ સભાન બનીએ....
સાચું જ્ઞાન, સાચી વિદ્યા પ્રાપ્ત કરીએ.... મા શારદાની આરાધના કરીએ... આનંદથી જીવન જીવીએ.... સ્વની સાથે પર માટે જીવન જીવીએ.... વણમાગ્યા મુહૂર્તની જેમ દરેક દિવસને શુભ બનાવીએ....