રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : બુધવાર, 26 એપ્રિલ 2017 (14:53 IST)

vastu- પિંજરામાં બંધ પક્ષી થઈ શકે છે પૈસાના નુકશાનનું કારણ

મોટાભાગના લોકોને ઘરમાં પશુ-પક્ષી પાળવાનો ખૂબ શોખ હોય છે. વાસ્તુનું માનીએ તો પંક્ષીઓને ઘરના પિંજરામાં બંધ ન કરવા  જોઈએ. કહેવાય છે કે તેનાથી પરિવારના સભ્યોના આરોગ્ય પર તો ખરાબ અસર તો પડે જ છે સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે ઘરમાં પંખીઓને પાંજરામાં બંધ કેમ ન કરવા જોઈએ. 
પંક્ષીઓ ઉંચા આકાશમાં ઉડવું પસંદ કરે છે. તેથી તેણે પાંજરામાં બંધ કરીને તેમના પ્રાકૃતિક આવાસ તેમને દૂર કરવામાં આવે છે.  શાસ્ત્રોનું માનીએ તો પંક્ષીઓની સેવા કરવું બહુ મોટું પુણ્ય ગણાય છે. તેથી પિંજરામાં પંક્ષીઓને બંધ કરીને પાપના ભાગીદાર બની જવાય છે.  પિંજરામાં બંધ પક્ષી ખૂબ હિંસક થઈ જાય છે અને તેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવી જાય છે. 
 
કહેવાય છે કે પંક્ષી સમૃદ્ધિ અને સફળતાનુ  સૂચક હોય છે, અને જો તેને ઘરના પિંજરામાં બંધ કરી દેવામાં આવે તો ઘરમાં અસ્થિરતા, આર્થિક હાનિનું કારણ બની શકે છે.