બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 20 ઑગસ્ટ 2024 (15:53 IST)

ઘરના આ સ્થાન પર ન મુકશો ડસ્ટબિન, નહી તો લક્ષ્મી નહી પધારે તમારે દ્વાર

Vastu Shastra
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું ખિસ્સું હંમેશા ભરેલું રહે. એ વાત સાચી છે કે જો જીવનમાં આર્થિક તાકાત હોય તો મોટાભાગની સમસ્યાઓ તમારાથી દૂર થવા લાગે છે. ખાસ કરીને પૈસા સંબંધિત કોઈ સમસ્યા નથી. આપણે બધા જાણીએ છીએ કે જીવનમાં ઘણી વાર એવું બને છે કે આર્થિક તંગીના કારણે સંબંધો બગડવા લાગે છે.આવી સ્થિતિમાં, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે સખત મહેનત કરવાની સાથે, તમારે કેટલાક એવા ઉપાય પણ કરવા જોઈએ જેથી કરીને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે. વાસ્તુશાસ્ત્રમાં એવા નિયમો આપવામાં આવ્યા છે, જે મુજબ ઘરમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં કચરો ન મુકવો જોઈએ, નહીં તો ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે. આવો જાણીએ ઘરમાં ક્યાં ડસ્ટબીન ન મુકવા જોઈએ.
 
 
પૂજાના રૂમમાં ન મુકશો ડસ્ટબિન  
આજકાલ ઘણા લોકો દિવાલ પર લાકડીનુ મંદિર લગાવે છે. આવી સ્થિતિમાં તમારે ધ્યાન રાખવુ જોઈએ કે મંદિર નીચે ડસ્ટબિન ન મુકશો. આ ઉપરાંત  જે રૂમમાં પૂજા રૂમ હોય તે રૂમમાં પણ ડસ્ટબિન ન હોવુ જોઈએ.  આમ કરવાથી તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસતી નથી કારણ કે જે ઘરમાં કચરો હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ નથી હોતો.
 
ડસ્ટબિન પૂર્વ દિશામાં ક્યારેય ન મુકશો 
સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તેથી આ દિશાને શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમારે પૂર્વ દિશામાં ડસ્ટબિન રાખવાનું ટાળવું જોઈએ. ડસ્ટબિન પૂર્વ દિશામાં રાખવાથી ઘરમાં આર્થિક સંકટ આવે છે. આ ઉપરાંત ડસ્ટબિન પૂર્વ દિશામાં રાખવાથી પૈસા બચાવવામાં પણ સમસ્યા સર્જાય છે.
 
ઉત્તર-પશ્ચિમ દિશામાં ભૂલથી પણ ન મુકશો ડસ્ટબિન 
તમારે ક્યારેય પણ ઉત્તર-પશ્ચિમ દિશામાં ડસ્ટબિન ન રાખવું જોઈએ. દેવી લક્ષ્મીનો વાસ ઉત્તર-પશ્ચિમ દિશામાં માનવામાં આવે છે. જો તમે આ દિશામાં ડસ્ટબિન રાખો છો, તો તમને આર્થિક નુકસાન થાય છે. તમારે હંમેશા ઉત્તર-પશ્ચિમ દિશાને સ્વચ્છ રાખવી જોઈએ કારણ કે આ દિશા સંપત્તિ સાથે જોડાયેલી છે.
 
ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય ન મુકશો કચરપેટી 
ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય કચરાપેટી ન મુકવી જોઈએ. મુખ્ય દરવાજા પર ડસ્ટબિન મુકવાથી ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે. સાથે જ મુખ્ય દરવાજા પર ડસ્ટબિન મુકવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, તેથી તમારે મુખ્ય દરવાજા પર ડસ્ટબિન મુકવુ ટાળવું જોઈએ.
 
ઘરની આ દિશામાં ન મુકશો ડસ્ટબિન 
જો તમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ કરવા માંગો છો અને દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો તમારે ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ડસ્ટબિન રાખવું જોઈએ. તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી અને વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર આ દિશા ડસ્ટબીન રાખવા માટે વધુ સારી કહેવાય છે.