રવિવાર, 24 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (16:06 IST)

ઉત્તર દિશામાં શું કરવું અને શું ન કરવું, જાણો 10 ખાસ વાત

ઘરની ઉત્તર દિશામાં ભગવાન કુબેરનો વાસ હોય છે. કહીએ છે કે જો આ દિશાને વાસ્તુ મુજબ રખાય તો અપાર ધન અને સંપત્તિના માલિક બની શકો છો. 
 
ઉત્તરમુખી ભવનમાં નિવાસ કરતા લોકો ન માત્ર આરોગ્યના હિસાબે સુખી રહે છે, ધન વૈભવથી સમૃદ્ધ અને સંપન્ન પણ રહે છે. 
આવો જાણીએ ઉત્તર દિશાને લાભદાયી બનાવવાની 10 કામની વાત 
1. ઘરની ઉત્તર દિશામાં પાણીનો નળ ન લગાવવું તેનાથી ધનની હાનિ થઈ શકે છે. 
2. ઘરની ઉત્તર દિશામાં પૂજા સ્થાન અને ગેસ્ટ રૂમ શુભ હોય છે. 
3. ઘરના સભ્યોમાં પ્રેમ બન્યું રહે તેના માટે ઉત્તર દિશામાં કોઈ પણ દીવાલ તૂટેલી કે કોઈ પણ દીવાલમાં દરાડ નહી હોવી જોઈએ. 
4. ઘરમાં સુખ શાંતિ માટે ઉત્તર દિશામાં કિચન ન બનાવવું. 
5. આ દિશાના ભગનની આગળ વધારે થી વધારે ખુલ્લી જગ્યા મૂકવી જોઈએ. 
6. ભૂમિગત વાટર ટેંક ઉત્તર પૂર્વમાં બનાવવું. તેનાથી ભવનમાં રહેતાને ધન સંચયમાં મદદ હોય છે. 
7. આ દિશામાં ટોયલેટ બાથરૂમ ન બનાવવું. 
8. ઘરની શાંતિ માટે ઉત્તર દિશા ઘરના મધ્ય ભાગથી નીચું હોવું જોઈએ. 
9. ઉત્તરની તરફ ઓપન ટેરેસ રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર હોય છે. 
10. ઉત્તર દિશાના કોઈ ખૂણો કાપેલું ન હોય.