મંગળવાર, 28 ઑક્ટોબર 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (00:55 IST)

Puja Vastu Tips: ઘરના મંદિરમાં જરૂર હોવી જોઈએ આ 4 વસ્તુઓ, હંમેશા મળે છે મા લક્ષ્મીનો આશીર્વાદ

Puja Vastu Tips
ઘરમાં બનેલા પૂજા સ્થળનું વિશેષ મહત્વ હોય છે. ઘરમાં બનેલા પૂજા ઘરમાંથી સૌથી સકારાત્મક ઉર્જા મળે છે. પૂજા ઘરની સાચી દિશાનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જ્યારે પૂજા ઘર  યોગ્ય દિશામાં હોય ત્યારે વ્યક્તિને હંમેશા પોઝિટીવ એનર્જી મળે છે. તેવી જ રીતે જો ઘરમાં બનાવેલ પૂજા સ્થાનમાં કોઈપણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો વ્યક્તિનું મન ઉદાસ અને પરેશાન રહે છે. આ સિવાય ઘરમાં બનેલા મંદિરમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવી પણ ખૂબ જ જરૂરી છે, તો જ દેવી લક્ષ્મી સહિત તમામ દેવી-દેવતાઓની કૃપા હંમેશા બની રહે છે. આજે અમે તમને જણાવીશું કે પૂજા ઘરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને પૂજા ઘરની સાચી દિશા કઈ છે.
 
વાસ્તુ મુજબ કંઈ દિશામાં હોવુ જોઈએ પૂજા ઘર 
 
વાસ્તુ અનુસાર ઘરમાં પૂજા સ્થળ હંમેશા ઈશાન દિશામાં બનાવવું જોઈએ. ઈશાન એટલે ઉત્તર-પૂર્વ દિશા. આ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે. આ દિશામાં પૂજા ઘર હોય તો સૌથી વધુ સકારાત્મક ઉર્જા અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે મંદિર ઈશાન દિશામાં હોય તો ઘરમાં હંમેશા સુખ, શાંતિ, સંપન્નતા અને સમૃદ્ધિ બની રહે છે. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય ભૂલથી પણ દક્ષિણ દિશામાં પૂજા ઘર સ્થાપિત નહી કરવુ જોઈએ. જો દક્ષિણ દિશામાં પૂજા ઘર હોય તો પૈસાની ખોટ અને માનસિક તણાવ રહે છે.
 
 
મંદિરમાં જરૂર મુકો આ વસ્તુઓ 
 
મંદિરમાં પૂજા અને ધ્યાન કરવાથી સૌથી વધુ પોઝિટીવ એનર્જી પ્રાપ્ત થાય છે.  તેથી પૂજા ઘરમાં કે પૂજા સ્થળ પાસે કેટલીક ખાસ વસ્તુઓ મુકવી ખૂબ જ જરૂરી છે. આ વસ્તુઓ રહેવાથી વ્યક્તિને હંમેશા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
 
મોર પંખ
 
વાસ્તુશાસ્ત્ર મુજબ મોર પંખ નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે. બીજી તરફ ભગવાન શ્રીકૃષ્ણને મોર પંખ ખૂબ જ પ્રિય છે. પૂજા સ્થાન પર મોર પંખ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને ભગવાનની કૃપા રહે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મોર પંખ હોય છે ત્યાં ભાગ્યે જ કોઈ નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. આ કારણથી મોરનાં પીંછા હંમેશા પૂજા સ્થાન પર મુકવાજોઈએ.
 
શંખ 
 
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને શંખ ખૂબ પ્રિય હોય છે. આવી સ્થિતિમાં પૂજા સ્થાન પર શંખ હોવો જોઈએ. ભગવાનની પૂજા દરમિયાન નિયમિત રીતે શંખની પૂજા કરવી જોઈએ અને વગાડવો જોઈએ. શંખ વગાડવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે  છે.
 
ગંગાજળ
 
હિંદુ ધર્મમાં અગ્નિ અને ગંગાજળનું વિશેષ મહત્વ છે. જીવનની દરેક સંસ્કારમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. ગંગાજળ ક્યારેય ખરાબ થતુ નથી. તેથી તેને પૂજા સ્થાન પર જરૂર મુકવુ જોઈએ. દરરોજ પૂજા કરતી વખતે ગંગાજળનો ઉપયોગ અવશ્ય કરવો. પૂજા ઘરમાં ગંગાજળ હોય તો  મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
 
શાલિગ્રામ
 
માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય છે પૂજા ઘરમાં મુકેલા શાલિગ્રામની નિયમિતપણે પૂજા કરવી. શાલિગ્રામ સ્વયં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે, આવી સ્થિતિમાં પૂજા સ્થળ પર શાલિગ્રામ મુકવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.