ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (14:53 IST)

બીજાની આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી થઈ શકે છે મોટુ નુકશાન

દરેક કોઈ વ્યક્તિમાં બંને પ્રકારની ઉર્જા નકારાત્મક અને સકારાત્મક ઉર્જા થાય છે.  વાસ્તુમાં કહેવામાં આવ્યુ છે કે બીજાની વસ્તુઓનો ઉપયોગ ન કરવુ જોઈએ.  વાસ્તુના અનુસાર તેમની નકારાત્મક-સકારાત્મક વસ્તુઓ તેમની એ વસ્તુઓ દ્વારા કોઈને પણ પ્રભાવિત કરી શકે છે. તેથી વાસ્તુ મુજબ બીજાની આ વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા બચવુ જોઈએ. 
 
 
આવો જાણીએ તેના વિશે.. 
 
- ભેટ કે લકી વસ્તુ - જો તમને કોઈને કોઈ ભેટ આપી છે તો તેને પણ કોઈને ન આપવી જોઈએ. આ ઉપરાંત જો તમારી કોઈ વસ્તુ લકી છે તો તેને તો બિલકુલ પણ કોઈને ન આપો. વાસ્તુ મુજબ તેને તમારી સકારાત્મક ઉર્જા તેની પાસે જતી રહે છે અને તમારુ જીવન અનેક રીતે પ્રભાવિત થાય છે. 
 
2. ઘડિયાળ - વાસ્તુ મુજબ ક્યારેય પણ બીજાની ઘડિયાળ પોતાના કાંડા પર ન બાંધવી જોઈએ. એવુ કહેવાય છે કે કાંડામાં ઘડિયાળ બાંધવાથી તમે  જીવનમાં ઊંચાઈઓ પર 
પહોંચી શકતા. એટલુ જ નહી તમારા દ્વારા કરવામાં આવેલ મહેનત પણ બેકાર જાય છે. 
 
3. બીજાના કપડા ન પહેરશો - વાસ્તુ મુજબ બીજાના કપડા પહેરવા કે તેની નકારાત્મક ઉર્જા તમારી અંદર આવવા માંડે છે. તેથી હંમેશા બીજાના કપડા પહેરવાથી બચવુ જોઈએ. 
 
4. પેન - ક્યારેય પણ બીજાની પેન લો તો તેને જરૂર પરત કરો. વાસ્તુ મુજબ એવુ કહેવાય છે કે કોઈની પેનથી કામ કરીને તેને તરત જ પરત કરી દેવી જોઈએ. આવુ ન કરતા પૈસાનુ નુકશાન થાય છે. 
 
5. બેડ - ક્યારેય બીજાના બેડ એટલે કે બેડરૂમનો ઉપયોગ ન કરો. એવુ કહેવાય છે કે તેનાથી વાસ્તુદોષ વધે છે અને તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે