સોમવાર, 7 ઑક્ટોબર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

Vastu Tips - જે ઘરમાં હોય છે આ વસ્તુઓ, ત્યા ધન નહી દરિદ્રતા આવે છે...

ઘરમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રહે.. આ માટે જૂના સમયથી જ અનેક પરંપરાઓ પ્રચલિત છે. આ પરંપરાઓ જુદી-જુદી વસ્તુઓ અને કાર્યોથી જોડી છે. બધાના ઘરમાં કશુને કશુ વસ્તુઓ ટૂટી-ફ્રૂટી થાય છે. બેકાર હોય છે.  પછી પણ કોઈ ખૂણામાં પડી રહે છે.   7 વસ્તુઓ એવી બતાવાર રહી છે જે ટૂટી-ફૂટી અવસ્થામાં ઘરમાં ન મુકવા જોઈએ. જો આ વસ્તુઓ ઘરમાં હોય છે તો તેમની નકારાત્મક અસર પરિવારના બધા સભ્યો પર થાય છે.   જેનાથી માનસિક તણાવ વધે છે અને કાર્યોમાં ગતિ નથી બની શકતી. આ કારણે ધન સંબંધી કાર્યોમાં પણ અસફળતાના યોગ બને છે. ઘરમાં દરિદ્રતાનું આગમન થઈ શકે છે. અહી જાણો આ 7 વાતો કંઈ કંઈ વસ્તુઓ છે. 
1. વાસણ - અનેક લોકો ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો પણ રાખે છે જે અશુભ પ્રભાવ આપે છે. શાસ્ત્રો મુજબ ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો ન રાખવા જોઈએ. જો આવા વાસણો ઘરમાં મુકવામાં આવે છે તો તેનાથી મહાલક્ષ્મી અપ્રસન્ન થાય છે અને દરિદ્રતાનો પ્રવેશ આપણા ઘરમાં હોઈ શકે છે. તૂટેલા-ફૂટેલા અને બેકાર વાસણો ઘરમાં સ્થાન પણ ઘેરે છે. તેનાથી વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે. વાસ્તુ દોષ ઉત્પન્ન થતા નકારાત્મક ફળ મળવા લાગે છે. 
અરીસો - તૂટેલો અરીસો મુકવો વાસ્તુ મુજબ એક મોટો દોષ છે. આ દોષને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે અને પરિવારના સભ્યોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. 
પલંગ - વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ માટે જરૂરી છે કે પતિ-પત્નીનો પલંગ તૂટેલો બિલકુલ ન હોય. જો પલંગ ઠીક નહી હોય તો પતિ-પત્નીના વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવવાની શક્યતા ખૂબ વધી જાય છે. 
ઘડિયાળ - ખરાબ ઘડિયાળ ઘરમાં ન મુકવી જોઈએ. એવુ કહેવાય છે કે ઘડિયાળની સ્થિતિથી આપણા ઘર-પરિવારની ઉન્નતિ નક્કી થાય છે. જો ઘડિયાળ યોગ્ય નહી  હોય તો પરિવારના સભ્ય કાર્ય પુર્ણ કરવામાં અવરોધોનો સામનો કરશે અને કામ નક્કી સમયમાં પુર્ણ નહી થઈ શકે. 
 
તસ્વીર - જો ઘરમં કોઈ તૂટેલી તસ્વીર હોય તો તેને પણ ઘરમાંથી હટાવી દેવી જોઈએ. વાસ્તુ મુજબ આ પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે.  
દરવાજો - જો ઘરનો મુખ્ય દરવાજો કે અન્ય કોઈ દરવાજો ક્યાકથી તૂટી રહ્યો હોય તો તેને તરત જ ઠીક કરાવી લેવો જોઈએ. દરવાજામાં ટૂટ-ફૂટ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. 
ફર્નીચર - ઘરનુ ફર્નીચર પણ એકદમ યોગ્ય હાલતમાં હોવુ જોઈએ. વાસ્તુ મુજબ ફર્નીચરની ટૂટ-ફૂટની પણ ખરાબ અસર આપણા જીવન પર થાય છે. 
 
વાસ્તુ દોષ ઉત્પન્ન થતા ઘર-પરિવારના સભ્યોને આર્થિ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે ત્યા પૈસાની કમી કાયમ રહે છે. તેથી આ દોષોનું નિવારણ તરત જ કરી લેવુ જોઈએ.