1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. વિવાહ લેખ
Written By
Last Updated : મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (18:32 IST)

છોકરીમાં હોય આ 7 ગુણ તો લગ્ન માટે હા પાડે છે ઈંડિયન પતિ

છોકરીઓ મોટાભાગે વિચારે છે કે પુરૂષોને ઘરનુ કામ કરનારી પત્ની જોઈએ.  જો તમે પણ આવુ જ વિચારો છો કે તમે ફક્ત સારુ ખાવાનુ અને રિલેશન બનાવનારી પત્ની જોઈએ તો તમે ખોટુ વિચારો છો.  જે પ્રકારની યુવતીઓ પોતાના ભાવિ પતિમાં કંઈક ખાસ ખૂબીઓ શોધે છે એ જ રીતે છોકરા પણ પોતાની પત્નીમાં કંઈક ખાસ ગુણ ઈચ્છે છે.  આજે અમે તમને કેટલીક એવી જ ખૂબીઓ બતાવી રહ્યા છીએ જે દરેક છોકરો ઈચ્છે છે કે તેની પાર્ટનરમાં હોય. 
 
1. મા સાથે રહે - દરેક યુવકને એવી પત્ની જોઈએ જે તેની મા સાથે સારા સંબંધ બનાવી રાખે અને તેના પરિવાર સાથે હળી મળી જાય. એ એવુ જ ઈચ્છે છેકે તેની પત્ની માં અને પરિવારના બધા લોકોનુ સન્માન કરે. 
 
2. પર્સનલ સાથે પ્રોફેશનલ સપોર્ટ પણ કરે - પુરૂષ ઈચ્છે છે કે તેના પાર્ટનરમાં એવી ખૂબી હોવી જોઈએ જે તેને પર્સનલ લાઈફ સાથે જ પ્રોફેશનલ લાઈફમાં પણ સપોર્ટ કરે. એવામાં જો તમે તેને દરેક વસ્તુ માટે આગળ વધવાનુ કહો છો તો તમારો પાર્ટનર તમારાથી વધુ ઈમ્ર્પેસ થશે. 
 
 
3. ક્રિકેટના વખાણ - ક્રિકેટ જોવુ તો દરેક યુવકને પસંદ હોય છે અને છોકરીને નાપસંદ. પણ છતા પણ યુવકો એવી પાર્ટનર ઈચ્છે છે જેને ક્રિકેટની રમત ગમતી હોય અને જ્યારે પણ પતિ ક્રિકેટ જુએ તો પત્ની પણ એ સમયે તેનો સાથ આપે. 
 
 
4.રોમાંટિક સ્વભાવ - પતિ પત્નીના સંબંધને મજબૂત બનાવવા પ્રેમ અને વિશ્વાસ સાથે રોમાંસ હોવો ખૂબ જરૂરી છે. આવામાં દરેક માણસની એ જ ઈચ્છા હોય છે કે તેમની પત્ની રોમાંટિક હોય અને પતિને પોતાના પ્રેમથી ખુશ રાખે
 
5. વફાદારી સૌથી જરૂરી - કોઈપણ પુરૂષ નથી ઈચ્છતો કે તેની પત્ની તેનાથી કોઈપણ સત્ય છુપાવે કે ખોટુ બોલે. પછી ભલે એ ખોટુ કોઈ સારા કામ માટે કેમ ન બોલ્યુહોય. દરેક પુરૂષ ઈચ્છે છેકે તેની પાર્ટનર તેના પ્રત્યે વફાદાર રહે. 
 
6. પર્સનલ સ્પેસને સમજે - યુવકોને બાળપણથી જ આઝાદ રહેવાની ટેવ હોય છે આ ટેવના કારણે દરેક પુરૂષ ઈચ્છે છે કે તેની પાર્ટનર તેના પર્સનલ સ્પેસને સમજે અને આ સાથે જ વધુ રોક-ટોક ન કરે. 
 
7. થોડી શાંત હોય - પુરૂષોને એવી પત્ની બિલકુલ ગમતી નથી જે ઘરની શાંતિને દરેક સમયે તોડે. તે ઈચ્છે છેકે તેની પત્ની શાંત સ્વભાવની હોય અને ઘર પરિવારમાં પણ શાંતિ કાયમ રાખે.