શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
Written By

International Women's Day 2024: એ અધિકાર જેના વિશે દરેક મહિલાએ જાણવુ છે ખૂબ જરૂરી

International Women’s Day 2021: 8 માર્ચના રોજ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રૂપમાં ઉજવાય છે. આ  દિવસને મનાવવા પાછળનુ કારણ મહિલાઓને એ સન્માન આપવાનુ છે જેની તે હકદાર છે.  આજે આખી દુનિયામાં મહિલાઓ પુરૂષો સાથે કદમથી કદમ મેળવીને ચાલી રહી છે. ભારત સહિત અનેક દેશોએ સ્ત્રીઓ માટે અનેક કાયદાકીય અધિકાર બનાવ્યા છે પણ આજે પણ અનેક મહિલા એવી છે જેમેને આ કાયદાકીય અધિકારો વિશે જાણકારી નથી. આંતરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર આજે અમે મહિલાઓને તેમના આ અધિકારોની માહિતી આપી રહ્યા છે. આવો જાણીએ એ ખાસ અધિકાર વિશે જેની જાણ દરેક મહિલાને હોવી જરૂરી છે. 

સમાન વેતનનો કાયદાનો અધિકાર - પુરૂષોની જેમ મહિલાઓને પણ વર્કપ્લેસ પર સમાન વેતનનો અધિકાર છે. ભારતીય શ્રમિક કાયદા મુજબ કોઈપણ સ્થાન પર જો તમે કામ કરો છો તો વેતનમાં લોંગનાધાર પર તમારી સાથે કોઈ ભેદભાવ નથી કરી શકાતો. 
crime
ઘરેલુ હિંસાથી સુરક્ષા - આ અધિકારને મહિલાઓ પ્રત્યે હિંસાને રોકવા માટે બનાવવામાં આવ્યો છે. જેના હેઠળ જો કોઈ મહિલા સાથે તેના ઘરે, સાસરિયામાં કોઈપણ હિંસા થાય છે તો તે તેના વિરુદ્ધ કેસ કરી શકે છે. 
 
માતૃત્વ સંબંધી અધિકાર - આધિકાર હેઠળ જ્યારે પણ કોઈ મહિલા ગર્ભવતી થાય છે તોતેને 26 અઠવાડિયાની રજા લેવાનો અધિકાર છે. આ દરમિયાન મહિલાના વેતનમાં કોઈ કપાત નહી કરવામાં આવે અને તે ફરીથી કામ  શરૂ કરી શકે છે. 
 
રાત્રે ઘરપકડ ન થવાનો અધિકાર - આ કાયદા હેઠળ કોઈપણ મહિલાને કોઈપણ પોલીસ કર્મચારી સૂરજ ઢળ્યા પછી ધરપકડ કરી શકતો નથી. આ માટે પોલીસ કર્મચારીને સૂરજ ઉગવાની રાહ જોવી પડશે. 
 
કાર્ય પર ઉત્પીડન વિરુદ્ધ અધિકાર - કામ પર થયેલ યૌન ઉત્પીડન અધિનિયમના મુજબ તમને યૌન ઉત્પીડન વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો પુરો અધિકાર છે.