Last Modified: વારાણસી , શુક્રવાર, 7 માર્ચ 2008 (19:02 IST)
આવનારા વર્ષો કોમ્પ્યુટર ક્રાંતિના હશે-કલામ
વારાણસી(વાર્તા) પૂર્વ રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામનુ માનવુ છે કે, આવનારા દસકામાં પર્સનલ કોમ્પ્યુટર ક્રાંતિ લાવશે. વારાણસીની સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હાયર તિબ્બતન સ્ટડીઝમાં બૌધ્ધ ધર્મ અને વિશ્વ સંસ્કૃતિ વિષય પર આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધીત કરતાં કહ્યુ હતુ કે, ભવિષ્યમાં કોમ્પ્યુટર અત્યંત નાના આકારના અને એક બીજા સાથે વાયરલેસ પ્રણાલીથી જોડાયેલા હશે.
કોમ્પ્યુટર બીલકુલ સસ્તા અને તેની ક્ષમતા હાલના કોમ્પ્યુટર કરતાં અનેક ગણી વધારે હશે. 2019 સુધી કોમ્પ્યુટર માણસના દિમાગને વિકસીત કરવામાં મદદ કરશે અને તેના દસવર્ષ પછી તેની ક્ષમતા માણસના મગજ કરતાં હજાર ગણી વધારે થઈ જશે. જોકે, સર્જનશીલ વ્યક્તિનુ મગજ એક કોમ્પ્યુટર કરતાં વધારે શક્તિશાળી છે.