આ રેકોર્ડ હશે વિશ્વકપ 2015 ના નિશાના પર
વિશ્વકપ ક્રિકેટમાં અત્યાર સુધી અનેક કીર્તિમાન રચવામાં આવ્યા છે. આ વિશ્વ કપમાં અનેક એવા રેકોર્ડ હશે જે વિશ્વકપમાં શામેલ થઈ રહેલ ટીમો અને ખેલાડીઓના નિશાના પર હશે. તો આવો જાણીએ એ રેકોર્ડ જે આ વર્લ્ડ કપમાં તૂટી શકે છે.
- અત્યાર સુધી વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ ગ્લેન મૈક્યાએ લીધી છે. અત્યાર સુધી મલિંગા વિશ્વકપમાં 31 વિકેટ લઈ ચુક્યા છે. જો મલિંગા દરેક મેચમાં 4 વિકેટ પણ લેશે તો પણ તેમનો રેકોર્ડ નહી તોડી શકે.
- વિશ્વકપમાં સૌથી વધુ એક્સ્ટ્રા 59 રન આપવાનો રેકોર્ડ સ્કોટલેંડના નામે છે. સ્કોટલેંડે આ રેકોર્ડ 1999ના વિશ્વકપમાં પોતાને નામે કર્યો હતો.
- એક વિશ્વકપમાં 3-3 સદી સૌરવ ગાંગુલી. માર્ક વો. અને મૈથ્યુ હેડેન લગાવી ચુક્યા છે.
- ઈયોન મોર્ગન(ઈગ્લેંડ આયરલેંડ) અને એડ જોયસે (ઈગ્લેંડ. આયરલેંડ) વિશ્વકપમાં બે એવા ખેલાડી છે જે બે ટીમો તરફથી રમ્યા. આ પહેલા કૈપ્લર વૈસલ્સ(દ. આફ્રિકા ઓસ્ટ્રેલિયા) અને કર્મિસ (કનાડા વેસ્ટઈંડિઝ) આવુ કરી ચુક્યા છે.
- વિકેટકિપર એડમ ગિલક્રિસેટે વિશ્વકપમાં સૌથી વધુ 52 શિકાર (45 મેચ.. 7 સ્ટંપિંગ) કર્યા છે. કુમાર સંગકારા 46 શિકાર(36 કેચ. 10 સ્ટંપિંગ) તેને પાર કરી શકે છે
-વિશ્વકપમાં સૌથી વધુ વાર ચાર-ચાર વિકેટ આફ્રિદી. વોર્ન અને મુરલીધરને લીધી છે. આફ્રિદી એકવાર ફરી 4 વિકેટ લઈને આ રેકોર્ડ પોતાને નામે કરી શકે છે.
- વિશ્વકપમાં સૌથી વધુ 5 વાર શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ ન્યુઝીલેંડના નાથન એસ્ટલના નામ પર છે. દક્ષિણ આફ્રિકાના કપ્તાન જે ચાર વાર શૂન્ય પર આઉટ થઈ ચુક્યા છે. તેઓ આ અણગમતા રેકોર્ડને આ વખતે પોતાને નામે કરી શકે છે.
- વીરેન્દ્ર સહેવાગે વિશ્વકપ 2011માં દરેક વખતે પોતાનુ ખાતુ ચોક્કો લગાવીને ખોલ્યુ છે. આવુ કરનારા તેઓ એકમાત્ર બેટ્સમેન છે.
- સૌરવ ગાંગુલી(2003) નોકઆઉટ મેચમાં સદી લગાવનારા એકમાત્ર ભારતીય બેટ્સમેન છે.
- સચિને 2003માં વિશ્વકપમાં 7 હાફ સેંચુરી બનાવી હતી. કોઈ બેટ્સમેન દ્વારા એક વિશ્વકપમાં સૌથી વધુ હાફ સેંચુરી બનાવવાનો આ રેકોર્ડ છે.
- વિશ્વકપમાં ભારત તરફથી સૌથી સફળ બોલર અનિલ કુંબલે છે. તેણે 31 વિકેટ લીધી છે.