રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ રેકોર્ડ
Written By
Last Updated : સોમવાર, 2 ફેબ્રુઆરી 2015 (18:07 IST)

ક્રિકેટ વર્લ્ડ કપના રોચક તથ્ય

1. 1975ના વર્લ્ડ કપના એક મેચમાં ભારતીય ટીમના રન બનાવવાની ધીમી ગતિથી પરેશાન થઈને એક દર્શકે મેદાન પર આવીને ખેલાડીઓને  ગતિ વધારવા માટે કહ્યું હતું. આ મેચ પછી સુનીલ ગાવસ્કર જેણે 174 બૉલ પર 36 રન બનાવ્યા હતા. તેણે મેચ પછી કહ્યું કે રનોની ગતિ ઓછી હતી કારણ કે ફાસ્ટ રન બનાવ્યા પછી 336 રન બનાવવા અઘરા હતા એના કારણે તેણે આ મેચને અભ્યાસની રીતે રમી.  
 
2. 1975ના વર્લ્ડ કપ ફાઈનલમાં વેસ્ટ ઈંડીઝના ઓપનર રાય ફ્રેડરિક્સનો બેલેંસ બગડી જવાથી તેનો ડાબા પગ સ્ટામ્પથી ટકરાતા અને બો લ 6 રન માટે ચાલી ગઈ પરંતુ ફ્રેડરિકસ એક દિવસીય મેચના ઈતિહાસમા 6 હિટ વિકેટ આઉટ થનારા પહેલા ખેલાડી બની ગયા. 
 
3. 1987 ના વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના એક મેચના સમયે બૉલ બાઉંડ્રી પાર 4 રન કે 6 રન માટે ગઈ આ વિષય પર અંપાયર શંકામાં હતા.  અંપાયરોએ  ભારતીય કપ્તાન કપિલ દેવને 4 રન માની લેવા માટે કહ્યું અને રમત ભાવનાનો પરિચય આપતા ભારતીય કપ્તાને એને માની લીધું. આ મેચ ભારત 1 રન થી હારી ગયું હતું. 
 
4. કેપલર વેસેલ્સ એવા પહેલા ખેલાડી બન્યા જેણે વર્લ્ડ કપમાં બે જુદા દેશો માટે રમ્યા. તે 1982 થી 1985 સુધી ઓસ્ટ્રેલિયા ટીમના સભ્ય હતા.  1991થી તે દક્ષિણ અફ્રીકાની ટીમમાં શામેલ થઈ ગયા. 1992ના વર્લ્ડ કપમાં મોટા પૈમાના પર થયેલા વિરોધ પછી તે દક્ષિણ અફ્રીકી ટીમના કપ્તાન જાહેર  કરાયા હતા. 
 
5. ઈમરાન ખાને પોતાના સંન્યાસ પછી 1988માં ક્રિકેટમાં કમબેક કર્યુ. એક વર્ષ પહેલા જ તેણે સંન્યાસની ઘોષણા કરી હતી.પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ જનરલ જિયા ઉલ-હકે તેમને પાકિસ્તાની ટીમની કમાન સંભાળવાની ભલામણ  કરી હતી. તેમની સરસ કપ્તાનીના કારણે પાકિસ્તાન વર્લ્ડ કપ જીત્યું હતું. 
 
6.  1996ના વર્લ્ડ કપના સેમીફાઈનલ મેચમાં સચિન તેંદુલકરના આઉટ થતાં ભારતીય સ્કોર 98/1 થી 120/8 પહોંચી ગયો. . ભારતીયે ટીમ ના એક પછી એક આઉટ થતાં ખેલાડીઓ પર  ગુસ્સો દર્શાવવા દર્શકોએ મેદાન પર બોટલ ફેકવી શરૂ કરી દીધી.  આથી મેચને અધૂરી મૂકીને શ્રીલંકાને જીતના અંક  આપી દીધા. 
 
7. 1999ના વર્લ્ડ કપના એક મેચમાં  દક્ષિણ અફ્રીકાના કપ્તાન હેંસી ક્રોન્યે અને એલન ડોનાલ્ડના કોચ બૉબ વૂલ્મરથી નિર્દેશ લેતા રહેતા માટે કાનમાં ઈયરફોન પહેરી રાખ્યું હતું. ભારતીત કપ્તાન સૌરવ ગાંગુલીએ ક્રોન્યેને પોતાની સાથે વાત કરતા જોતા અને તે વિષયમાં મેદાનમાં ઉપસ્થિત અંપાયરોને સૂચિત કર્યા . બન્ને જ ખેલાડીઓને યંત્રોને કાઢવા કહ્યું પણ આ રમતને નિયમોથી વિરૂદ્ધ નહોતી સમજવામાં આવી.