બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ચંદીગઢ , બુધવાર, 4 જૂન 2008 (19:52 IST)

પેટ્રોલપંપ ઉપર વાહનોની કતારો ખડકાઈ

ચંદીગઢ(ભાષા) પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારાની સરકારે કરેલી ઘોષણા બાદ પેટ્રોલપંપો પર લાંબી-લાંબી કતારો ખડકાઈ ગઈ હતી. સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કરેલા ધરખમ વધારાને પગલે લોકો ઓફિસો છોડીને વાહનો સાથે પેટ્રોલપંપો પર ધસી ગયા હતા.

ભાવ વધારાના અમલીકરણ પહેલા જુની કિંમતનો લાભ લેવા માટે આવી પહોંચેલા સેંકડો ગ્રાહકોને જોઈને પેટ્રોલપંપ સંચાલકો પણ આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. કેટલાક પેટ્રોલપંપો પર તો, સુરક્ષા જવાનો તૈનાત કરવા પડ્યા હતા.