શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. યોગ
  4. »
  5. યોગાસન
Written By વેબ દુનિયા|

વિપરિતકર્ણી આસન

આ આસનના અંતિમ અવસ્થામાં અમારુ શરીર ઉંધુ થઈ જાય છે, તેથી તેને વિપરીતકર્ણી આસન કહેવાય છે.

વિધિ - પીઠના બળે ઉંઘીને બંને પગને મેળવીને એડી પંજાને પરસ્પર મળેલા, હાથ બગલમાં હાથોની હથેળીઓ જમીન ઉપર અને ગરદન સીધી રાખવી જોઈએ.

ધીરે ધીરે બંને પગને 30 ડીગ્રીના કોણ પર પહોંચાડે છે. 30 ડીગ્રી પર પહોંચાડ્યા પછી થોડીક સેકંડ રોકાય છે.

ત્યારબાદ ફરી 90 ડીગ્રીના ખૂણા પર પહોંચ્યા પછી બંને હાથને જમીન પર પ્રેસ કર્યા બાદ નતિંબને ધીરે ધીરે ઉઠાવતા પગને પાછળ લઈ જાય છે અને બરોબર નિતંબના સીધમાં રાખે છે. બંને હાથ નિતંબ પર મુકે છે અને પગને સીધા કરી દે છે.

સાવધાની : 90 ડીગ્રી કોણ પર પહોંચ્યા પછી પગને ઝટકીને ઉઠાવો. પગ ઉઠાવતી સમયે પગ ઘુંટણ સુધી વળેલા ન હોય. નિતંબ ઉઠાવતી વખતે જમણી અને ડાબી તરફ પગ ચલાવે છે, જેમાં ડોક મચકાવાનો ભય રહે છે. પગ નિતંબની સીધમાં રહે.

W.D
જે લોકોને બીપી, હૃદય રોગ, કમરમાં દુ:ખાવો અને ગરદનનો દુ:ખાવાની ફરિયાદ હોય તે લોકોએ આ આસન ન કરવુ જોઈએ.

ફાયદા - આનાથી ઉદર,લીવર, કિડની, પૈનક્રિયાજ, અગ્નાશય, મુત્રાશય અને બેરિકેસ વેંસ રોગમાં લાભ મળે છે. જેનાથી રક્ત શુધ્ધ થાય છે અને બધા અંગ વ્યવસ્થિત રીતે કામ કરે છે.