Yoga Tips- યોગા કર્યા પછી જરૂર કરો આ 5 કામ મળશે ભરપૂર ફાયદો - Do these 5 things after doing yoga and you will get a lot of benefits | Webdunia Gujarati
સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગાસન
Written By
Last Updated : સોમવાર, 11 માર્ચ 2024 (16:11 IST)

Yoga Tips- યોગા કર્યા પછી જરૂર કરો આ 5 કામ મળશે ભરપૂર ફાયદો

After Yoga tips- યોગા કર્યા પછી પણ ઘણા લોકોને ફાયદો નથી મળતુ. ભરપૂર ફાયદા માટે યોગ કર્યા પછી આ 5 કામ જરૂર કરવું. 
 
Yoga Tips:આરોગ્યકારી રહેવા માટે યોગા કરવા ખૂબ જરૂરી છે. તેનાથી ઘણ બધા રોગોનો ખતરો ઓછુ થઈ જાય છે. શરીરથી લઈને મન સુધી બધુ ફિટ રહે છે. એનર્જી મળે છે. તમે પોતાને ઉર્જાવાન રાખી શકો છો. કામ કરવાની ક્ષમતા વધે છે. આમ કહીએ કે યોગાના અગણિત ફાયદા છે. આજના સમયમાં વધારેપણુ લોકો યોગા કરે છે પણ આ દરમિયાન કેટલીક ભૂલો કરવાથી તેના ફાયદા નથી મળતા 
 
યોગા કર્યા પછી જરૂર કરો આ 5 કામ 
 
યોગના ફાયદા ત્યાએ જ મળે છે જ્યારે તમે યોગા કર્યા અપ્છી થોડી વાર પોતાને રિલેક્સ કરવુ. ઘણા એવા લોકો છે જે કામની દોડધામમાં યોગા કરે છે અને કામની તરફ દોડી જાય છે. તેનાથી તમારુ તણાવ ઓછા થવાની જગ્યા વધી શકે છે. હમેશા યોગ પછી પોતાને રિલેક્સ કરવા થોડી વાર એસવુ પછી કોઈ કામ કરવું. 
 
યોગ કર્યા પછી હળવી વૉક જરૂર કરો. તેનાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા આવે છે. ચાલતી વખતે તમારું શરીર મુક્ત રહે છે. તમે મુક્તપણે શ્વાસ લેવા માટે સક્ષમ છો. તમારું શરીર આ રીતે
 
વધુ હકારાત્મકતા સ્વીકારી શકે છે. તેનાથી યોગ દરમિયાન થતો થાક દૂર થાય છે.
 
જો તમને યોગ દરમિયાન પરસેવો થાય છે, તો શરીર ડીહાઈડ્રેટ થઈ જાય છે. આવી સ્થિતિમાં, યોગ કર્યા પછી તરત નહીં, પરંતુ 15-20 મિનિટ પછી, ચુસ્કી કરીને પાણી પીવો.
 
યોગ કર્યાના અડધા કલાક પછી, પ્રોટીન અને ફાઇબરયુક્ત ખોરાકનું સેવન કરો જેથી તમને ઊર્જા મળે અને તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે. તમે tofu, ચીઝ, બીજ, બદામ સેવન કરી શકે છે. અંકુરિત અનાજ પણ એક સારો વિકલ્પ છે.
 
યોગા પછી સ્નાન જરૂર કરવું. હકીકતમાં જ્યારે તમે યોગ કરો છો તો તમને પરસેવુ આવે છે. શૉવર લેવાથી યોગ દરમિયાન નીકળતો પરસેવો સાફ થાય છે અને ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે. શાવર લેવાથી મૂડ ફ્રેશ થાય છે અને થાક પણ દૂર થાય છે.
 
Edited By-Monica Sahu