બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગાસન
Written By
Last Modified: ગુરુવાર, 15 જૂન 2017 (07:31 IST)

Yoga-તનાવને દૂર કરવા રોજ કરો આ આસન

આ આસનમાં શરીરની આકૃતિ ફન ઉઠાવેલા સર્પ જેવી બને છે, તેથી આને ભુજંગાસન કે સર્પાસન કહેવાય છે.
 
ઉંધા થઈને પેટના બળે ઉંધી જાવ. એડી-પંજા ભેગા થયેલા મૂકો. દાઢી જમીન પર અડેલી રાખો. કોણી કમરને અડીને અને હથેળીઓ ઉપરની તરફ. 
 
હવે ધીરે ધીરે હાથને કોણી તરફથી વાળીને લાવો અને હથેળીઓને બાજૂઓની નીચે મૂકો. પછી દાઢીને ગરદનમાં દબાવીને માથુ જમીન પર ટેકવો. ફરી નાકને જમીન પર થોડુ અડાડીને માથાને આકાશ તરફ ઉઠાવો. માથુ અને છાતીને જેટલુ પાછળ લઈ જઈ શકો છો લઈ જાવ, પરંતુ નાભિને જમીન પર રાખો. 
 
આ આસનના લાભ - આ આસનથી કરોડરજ્જુ મજબૂત થાય છે. આ આસનથી પેટની ચરબી ઓછી થાય છે. વય વધવાને કારણે પેટની નીચેના ભાગની નસોને ઢીલી થતી અટકાવવમા મદદ મળે છે. આનાથી બાજુઓને તાકત મળે છે. પીઠમાં આવેલ ઈડા અને પિંગલા નાડીઓ પર સારો પ્રભાવ પડે છે. ખાસ કરીને મગજમાથી નીકળતા જ્ઞાનતંતુઓ બળવાન બને છે. પીઠના હાડકાની દરેક અડચણો દૂર થાય છે. ગેસ દૂર થાય છે. 
 
સાવધાની - આ આસન કરતી વખતે પાછળની તરફ ઓચિંતા પાછળ ન નમો. આનાથી તમારી છાતી કે પીઠની નસો ખેંચાશે અને હાથ અને ખભાની નસો પર પણ વજન પડી શકે છે, જેનાથી દુ:ખાવો ઉત્પન્ન થઈ શકે છે. પેટમાં કોઈ રોગ કે વધુ દુ:ખાવો હોય તો આ આસન ન કરો.