શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગાસન
Written By
Last Updated : બુધવાર, 6 માર્ચ 2024 (10:54 IST)

Yoga for urine leakage- શું ખાંસી વખતે તમારું પેશાબ પણ બહાર આવે છે? આ 3 આસનોથી નિયંત્રણમાં રાખો

Yoga for urine leakage
-અનિયંત્રિત યુરિનરી  ઈનકંટીનેંસથી પરેશાન 
-યુરિનરી ઈકકંટીનેંસ શું છે? 
-પેલ્વિક ફ્લોર નાર્મલથી વધારે નબળુ હોય 

Yoga for for urine leakage- શું તમે એવી મહિલા છો જેનો ખાંસતા કે છીંકતા વખતે થોડું યુરિન નિકળી જાય છે? અમે સમજીએ છે કે બીજાની સાથે આ વાત પર ચર્ચા કરવી કેટલી શરમજનક હોય છે. પણ અમે આ પણ માનીએ છે કે જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો તમને તેનાથી છુટકારો મેળવવા ઉપાય જરૂર અજમાવા જોઈએ. આજે અમે તમને કેટલાક એવા યોગાસનના વિશે જણાવી રહ્યા છે જે યુંરિન લીકેજ કંટ્રોલ કરવામાં મદદ કરશે. 
 
પેલ્વિક મસલ્સને મજબૂત કરવા અને યુરિન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. યોગ આસનથી પહેલા યુરિન લીકેજના કારણ વિશે જાણી લે છે. 
 
યુરિનરી ઈકકંટીનેંસ શું છે? 
જો તમારુ ક્યારે-ક્યારે થોડુ યુરિન નિકળે છે તો તેને યુરિનરી ઈનકંટીનેસ કહેવાય છે. એક્સપર્ટ કહે છે કે મેડિકલી યુરિનરી ઈનકંટીનેંસ શબ્દ છે, જેનો ઉપયોગ તે કંડીશન માટે કરાય છે જ્યારે કોઈ મહિલા 
અનિયંત્રિત યુરિનરી  ઈનકંટીનેંસથી પરેશાન હોય છે. આ શર્મજનક કંડીશન અને કોઈ પણ ઉમરની મહિલાને અસર કરી શકે છે. 
 
આ એક એવી કંડીશન છી જેમા તમારુ પેલ્વિક ફ્લોર નાર્મલથી વધારે નબળુ હોય છે . પેલ્વિક ફ્લોરમાં એવી મસલ્સ શામેલ હોય છે. જે પેલ્વિક ફ્લોરના નીચે હોય છે. તેનો ઉદ્દેશ્ય તમારા પેલ્વિક અંગ જેમ કે બ્લેડર, આંતરડા અને યુટ્રસને સહારો આપે છે. તે મસલ્સ છે, જે યુરીનને કંટ્રોલ કરે છે. કેટલાક એવા યોગાસન છે જે પેલ્વિક અંગોમાં બ્લડ ફ્લોને વધારે છે. આ જ કારણ છે કે આ આસન કરવાથી તમારી પેલ્વિક મસલ્સ મજબૂત હોય છે. 

 
બદ્ધ કોણાસન baddha konasana for urine leakage
સૌ પ્રથમ દંડાસનમાં આવો.
તમારા પગ આગળ લંબાવીને બેસો અને તમારી પીઠ સીધી કરો.
આ પછી, પગને એક પછી એક વાળો અને પ્રયાસ કરો કે પગના તળિયા એકબીજાને સ્પર્શે.
હાથ વડે પગને પકડો અને તેને તમારા પેલ્વિસની નજીક ખેંચો.
હથેળીઓને ઘૂંટણ પર રાખો અને ધીમે ધીમે તેમને નીચે કરો.
હવે ધીમે ધીમે શરીરના ઉપરના ભાગને આગળ વાળવાનો પ્રયત્ન કરો, બને તેટલું વાળો.
પછી તમારા કપાળને જમીન પર રાખવાનો પ્રયાસ કરો.
થોડીવાર આ મુદ્રામાં રહો.
 
પાદહસ્તાસન padahastasana for urine leakage
આ આસન કરવા માટે તમારી પીઠ સીધી રાખીને ઉભા રહો.
ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો અને શરીરના ઉપરના ભાગને હિપ્સથી વાળો.
આ કરતી વખતે, નાકને ઘૂંટણથી સ્પર્શ કરવાનો પ્રયાસ કરો અને હથેળીઓ વડે પગની બંને બાજુની જમીનને સ્પર્શ કરો.
શરૂઆતમાં તમારે તમારા ઘૂંટણને વાળવા પડશે, પરંતુ પછીથી ઘૂંટણને સીધા રાખો.
થોડીવાર આ મુદ્રામાં રહો.
 
પશ્ચિમોતાસન  paschimottanasana
આ કરવા માટે, તમારા પગ આગળ લંબાવીને ફ્લોર પર ફેલાયેલી યોગામેટ પર બેસો.
હાથ ઉપરની તરફ લંબાવો.
હવે શ્વાસ બહાર કાઢો અને હિપ્સને આગળ નમાવો.
પછી બંને હાથ વડે અંગૂઠાને પકડવાનો પ્રયાસ કરો.
શરૂઆતમાં, અંગૂઠાને પકડી રાખવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ પ્રેક્ટિસથી તે સરળતાથી કરી શકાય છે.


Edited By-Monica Sahu