આર્થિક સર્વે - 5 પોઈંટ્સમાં જાણો કેવુ રહેશે દેશનુ આર્થિક સ્વાસ્થ્ય
બજેટ સત્રની શરૂઆતની સાથે જ દેશની આર્થિક હાલતની વિગત સામે આવી છે. નાણાકીય મંત્રી અરુણ જેટલીએ આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજુ કર્યુ. આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2017-18 માટે દેશની વિકાસ દર 6.75-7.50 ટકા વચ્ચે રહેવાનુ અનુમાન આપવામાં આવ્યુ છે. આર્થિક સર્વે દેશની આર્થિક હાલ્તનો સટીક પ્રતીક થાય છે અને માનવામાં આવે છે કે તેના આધાર પર બજેટના પ્રસ્તાવોને તૈયાર કરવામાં આવે છે. તેથી તમારે માટે એ જાણવુ ખૂબ જરૂરી છે કે આ વખતે આર્થિક સર્વેમાં કયા આર્થિક અનુમાન આપવામાં આવ્યા છે.
આર્થિક સર્વેના આ 5 મોટા પહેલૂ
1. નોટબંધીનુ કૃષિ સેક્ટર પર અસર - અરુણ જેટલીએ નોટબંધી પછી કૃષિ સેક્ટર પર આવેલ અસરની સમીક્ષા કરવાની વાત કરી છે. તેનુ કારણ એ છે કે નોટબંધી પછી ખેડૂતોને બીજ અને ઉર્વરકમાં પરેશાનીનો સમાનો કરવો પડ્યો હતો. ખેતીમાં સારી વૃદ્ધિ થઈ રહી છે પણ નોટબંધીની અસર પછી ખેતી ક્ષેત્રના વિકાસનો અભ્યાસ કરવામાં આવશે. એ જોવાનુ છે કે આવતા વર્ષે માનસૂનની અર્થવ્યવસ્થા પર શુ અસર થાય છે.
2. રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવશે ઘટાડો
આર્થિક સર્વેમાં નાણાકીય મંત્રીએ રિયલ એસ્ટેટ સેક્ટરના ભાવ વધુ પડી ભાગવાનુ અનુમાન આપ્યુ છે. આગળ જઈને રિયલ સ્ટેટની કિમંતોમાં ઘટાડો આવશે. નોટબંધી પછી રિયલ સ્ટેટ ખરાબ રીતે પ્રભાવિત થયુ છે અને તેમા સુધાર માટે કિફાયતી રહેઠાણ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
3. કાચા તેલના ભાવ વધવાથી ભારતમાં વધશે ઈંધણના ભાવ
કાચા તેલના ભાવ 65 ડોલર પ્રતિ બૈરલથી ઉપર જાય છે તો વૈશ્વિક તેલના ભાવ વધી શકે છે. વૈશ્વિક દ્રષ્ટિકોણથી જો કાચા તેલની કિમંત 65થી ઉપર જતી રહે છે તો અમારી અર્થવ્યવસ્થા પર પણ તેની અસર જોવા મળશે.
4. કેશની સમસ્યાનુ થઈ જશે સમાધાન
આર્થિક સર્વેમાં બતાવાયુ છે કે નોટબંધી પછી ઉભી થયેલ રોકડની સમસ્યા એપ્રિલ 2017 સુધી ખતમ થઈ જશે.
5. નાણાકીય વર્ષ 2017-18 માં નોકરીઓ વધશે.
નાણાકીય વર્ષ 2017-2018માં દેશમાં શ્રમ અને રોજગારમાં વધારો થશે જેનાથી વધુ નોકરીઓ ઉભી થશે.