1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 10 સપ્ટેમ્બર 2023 (10:16 IST)

Aja ekadashi 2023 - જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ અપાવે છે આ વ્રત, જાણો અજા એકાદશી વ્રત કથા અને પૂજા વિધિ અને શુભ મુહુર્ત

aja ekadashi vrat katha
હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિન્દુ કેલેન્ડરમાં શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તારીખને અજા એકાદશી કહેવામાં આવે છે. વર્ષ 2023 માં અજા એકાદશીનું વ્રત 10 સેપ્ટેમ્બબરે રવિવારે રાખવામાં આવશે. અજા એકાદશીના દિવસે વ્રત કરીને ભગવાન શ્રી હરિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રીહરિની પૂજા કરવી ખૂબ જ લાભકારી છે. શાસ્ત્રો મુજબ આજના જ દિવસે રાજા હરિશચંદ્રએ આ વ્રત કરીને પોતાનો ગુમાવેલો પરિવાર અને સામ્રાજ્ય પરત મેળવ્યુ હતુ. 
 
કહે છે કે જે કામનાથી કોઈ આ વ્રત કરે છે તેની એ બધી મનોકામનાઓ તત્કાલ પૂરી થઈ જાય છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુ જીના ઉપેન્દ્ર રૂપની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. ભગવાનને પ્રિય ગાય તેમજ વાછરડાની પૂજા કરવી જોઈએ તેમજે ગોળ અને ઘાસ પણ ખવડાવવુ જોઈએ. 

 
કેવી રીતે કરશો પૂજા અને વ્રત વિધિ.... 
 
- અજા અગિયારસ વ્રત જે વ્યક્તિ આ વ્રતને કરે છે તેણે દસમી તિથિના રોજ સાત્વિક ભોજન કરવુ જોઈએ જેથી વ્રત દરમિયાન મન શુદ્ધ રહે. 
- એકાદશીના દિવસે સવારે સૂર્યોદયના સમયે સ્નાન ધ્યાન કરીને ભગવાન વિષ્ણુ સામે ઘી નો દિવો પ્રગટાવીને ફળ અને ફૂલથી ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ.  
- ભગવાનની પૂજા પછી વિષ્ણુ સહસ્ત્રનામ કે પછી ગીતાનો પાઠ કરવો જોઈએ. 
- વ્રતી માટે દિવસે નિરાહાર અને નિર્જલ રહેવાનુ વિધાન છે પણ શાસ્ત્ર એવુ પણ કહે છે કે બીમાર અને બાળકો ફળાહાર કરી શકે છે. 
- સામાન્ય સ્થિતિમાં રાત્રે ભગવાનની પૂજા પછી જળ અને ફળ ગ્રહણ કરવુ જોઈએ. આ વ્રતમાં રાત્રિ જાગરણ કરવાનુ મોટુ મહત્વ છે. 
- દ્વાદશી તિથિના દિવસે સવારે બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી ખુદ ભોજન કરવુ જોઈએ. આ ધ્યાન રાખો કે દ્વાદશીના દિવસે રીંગણ્ણ ન ખાશો. 
 
જાણો અજા એકાદશીની વ્રત કથા 
 
કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા :” હે જનાર્દન !હવે તમે મને શ્રાવણ માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી ના વિષે બતાવો .આ એકાદશી નું નામ શું છે તથા તેની વિધિ શું  છે તે વિસ્તાર પૂર્વક કહો .”
 
શ્રી કૃષ્ણ બોલ્યા :”હે રાજન ! શ્રાવણ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી ને અજા એકાદશી કહે છે .આનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે .જે મનુષ્ય આ દિવસે ભગવાન ની ભક્તિ પૂર્વક પૂજા કરે છે ,વ્રત કરે છે ,તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે .આલોક અને પરલોક માં સહાયતા કરનારી આ એકાદશી ના સમાન બીજી કોઈ એકાદશી નથી .આ એકાદશી ની કથા આ પ્રમાણે છે .
 
પ્રાચીન કાળ માં હરિશ્ચંદ્ર નામ નો ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો .તે અત્યંત વીર ,પ્રતાપી ,તથા સત્યવાદી હતો .તેણે પોતાની સ્ત્રી તથા પુત્ર ને વેચી દીધા અને સ્વયં એક ચાંડાલ નો સેવક બની ગયો.એમણે એક ચાંડાલ ને ત્યાં સ્મશાન માં કફન લેવાનું કામ કર્યું પરંતુ  આપત્તિ ના સમયે પણ સત્ય ના છોડ્યું .જયારે આ પ્રકારે રહેતા તેમને ઘણાં વર્ષ થઇ ગયા તો તેમને આ નીચ કર્મ પર ખુબ દુઃખ થયું .તે એમાંથી મુક્ત થવા નો ઉપાય શોધવા લાગ્યા .તેઓ સદૈવ ચિંતા માં લાગ્યા રહેતા કે હવે હું શું કરું ?ત્યારે એક સમયે તેમને ગૌતમ ઋષિ મળ્યા .રાજા એ તેમને જોઈ ને પ્રણામ કર્યા અને રાજા ના દુઃખ પૂર્ણ વાક્ય સાંભળી બોલ્યા :”હે રાજન ! શ્રાવણ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી જેનું નામ અજા એકાદશી છે તેનું વિધિ પૂર્વક વ્રત કરો તો તમારા સમસ્ત પાપ નષ્ટ થઇ જશે . ”
 
અજા એકાદશી આવી ત્યારે રાજા એ ઋષિ ના કહ્યાં અનુસાર વિધિ પૂર્વક વ્રત કર્યું તથા રાત્રી જાગરણ કર્યું .આ વ્રત ના પ્રભાવ થી રાજા ના સમસ્ત પાપ નષ્ટ થઇ ગયા .એમણે પોતાની સામે બ્રહ્મા ,વિષ્ણુ ,ઇન્દ્ર, મહાદેવજી આદિ દેવતાઓ ને ઉભેલા જોયા.
 
તેમણેપોતાના મૃતક પુત્ર ને જીવિત તથા સ્ત્રી ને વસ્ત્ર આભુષણ યુક્ત જોયા .વ્રત ના પ્રભાવ થી તેમને પુનઃ રાજ્ય મળ્યું અને અંત સમયે પોતાના પરિવાર સહીત સ્વર્ગ લોક માં ગયા .
 
અજા એકાદશીનુ ફળ - પુરાણોમાં જણાવ્યુ છેકે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અજા એકાદશીનુ વ્રત કરે છે તેના પૂર્વ જન્મના પાપ દૂર થાય છે અને આ જન્મમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અજા એકાદશી વ્રતથી અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. 
 
આ વ્રતમાં ભગવાન વિષ્ણુ જીના ઉપેન્દ્ર રૂપની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ભગવાનને પ્રિય ગાય તેમજ વાછરડાની પણ પૂજા કરવી જોઈએ તેમજે ગોળ અને ઘાસ પણ ખવડાવવુ જોઈએ.