રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 23 માર્ચ 2024 (00:21 IST)

Lord Hanuman: બજરંગબલીને પ્રસન્ન કરવાના 10 અચૂક ઉપાય, દૂર થશે ધનની કમી અને રોગ-કષ્ટથી રહેશો દૂર

Bajrang Bali Hanuman -  હનુમાનજીના ભક્તો માટે મંગળવારનો દિવસ વિશેષ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે મહાબલી બજરંગબલીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે જો તમે કેટલાક ઉપાય કરી લેશો તો તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર કરી શકો છો. આજે અમે તમને કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છે જેને જો તમે મંગળવારે કરો છો તો હનુમનજીને પ્રસન્ન કરી તમારી મનોકામના પૂરી કરી શકો છો. એટલુ જ નહી તમને રાજયોગ પણ પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપાયો કરવાથી જીવનની સમસ્યાઓનુ સમાધાન થાય છે. તો આવો જાણીએ હનુમાનજીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય . 
Hanuman
Hanuman
 મંગળવારના દિવસે બજરંગબલીને કેસરના સિંદૂરના ઘી થી ભોગ લગાવો. આવુ કરવાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થશે. 
 - જો તમે મંગળવારે હનુમાન મંદિર જાવ છો તો ત્યા જઈને રામનામનો જાપ કરો. આવુ કરવાથી હનુમાનજી આવનારા સંકટને દૂર કરશે. 
- જો શક્ય હોય તો મંગળવારનુ વ્રત કરો અને ગરીબોને ભોજન કરાવો આવુ કરવાથી હનુમાનજીની કૃપાથી ક્યારેય પણ ધન અને અન્નની કમી નહી થાય. 
 - હનુમાનજીને પ્રસન્ન કરવા છે તો મંગળવારના દિવસે હનુમાનજીને ચોલા ચઢાવો. આ ઉપરાંત આ દિવસે સુંદરકાંડનો પાઠ કરો. આવુ કરવાથી બજરંગબલીની કૃપા કાયમ રહેશે. 
- મંગળવારના રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો અને ભોગ સ્વરૂપ હનુમાનજીને ગોળ અને ચણા અર્પિત કરો. 
 - મંગળવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને એક વટ વૃક્ષનુ પાન લાવો અને તેને ગંગાજળથી ધોઈ નાખો. તેના પાન પર લાલ રંગ પેનથી તમારી ઈચ્છા લખીને હનુમાનજીના ચરણોમા અર્પિત કરવાથી તમારી બધી મનોકામના પૂરી થાય છે. 
Hanuman ji Upay
 - જો તમે બેરોજગાર છો અને રોજગારની શોધમાં ફરી રહ્યા છો તો હનુમાનજીને પાનનુ બીડુ ચઢાવો. તમને સફળતા મળશે.  
- ધન પ્રાપ્તિ માટે હનુમાનજીને કેવડાનુ અત્તર અને ગુલાબના ફુલોની માળા ચઢાવો. 
 - જો તમને ખરાબ સપના આવે છે તો મંગળવારના દિવસે પગમાં ફટકડી મુકો અને પગમાંથી હટાવ્યા બાદ એ ફટકડીને કોઈ સૂમસામ સ્થાન પર ફેંકી દો. 
 - મંગળવારે ભગવાન હનુમાન સામે બેસીને શ્રી રામ ચન્દ્રના કોઈપણ એક મંત્રનો ઈચ્છાનુસાર જાપ કરો. જ્યા સુધી ઈચ્છા પૂરી ન થાય દરેક મંગળવારે આ ઉપાય કરો.