બુધવાર, 30 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 30 ઑક્ટોબર 2024 (13:41 IST)

2 દિવસ સવારે ખાલી પેટ પી લો આ પાણી, દિવાળી સુધી પેટ થશે સેટ પછી મન ભરીને ખાવ તમારી ભાવતી વસ્તુઓ

તહેવાર પર મોટેભાગે લોકો વધુ અને અનહેલ્ધી ખાઈ લે છે કે જો દિવસે પેટ ખરાબ થાય કે તહેવારના દિવસે ગેસ, એસીડીટી અને બ્લોટિંગ થવા લાગે છે. તેથી સારુ રહેશે કે તમારુ પેટ અને શરીરને પણ ફેસ્ટિવલના હિસાબથી તૈયાર કરી લો. હવેથી સતત 2  દિવસ સુધી સવારે દૂધની ચા પીવાને બદલે તમે અજમાની ચા પીવો. તેનાથી તમારા શરીર અને પેટ ને ફાયદો થશે.  અજમાની ચા પીવાથી અનેક બીમારીઓ જેવી કે ગેસ, એસીડીટી, છાતીમાં બળતરા અને બ્લોટિંગની સમસ્યા દૂર થશે સાથે જ વજન ઘટાડવામાં પણ મદદ મળશે. જાઓ કેવી રીતે બને છે અજમાનુ પાણી અને કેવી રીતે પી શકો છો. 
 
અજમાનુ પાણી બનાવવાની રીત 
આ માટે તમે રાત્રે એ ગ્લાસ પાણીમાં 1 ચમચી અજમો નાખીને પલાળી દો. સવારે આ પાણીને અજમા સાથે જ ઉકાળી લો કે હળવુ ગરમ કરી લો.  હવે તેને ગાળી લો અને પાણીને સાધારણ ગરમ પી લો. તમારે આ પાણીને સવારે ખાલી પેટ પીવુ જોઈએ. તેના લગભગ 30 મિનિટ સુધી કોઈ બીજી વસ્તુ ન ખાશો.  
 
અજમાનુ પાણી પીવાના ફાયદા 
વજન ઘટાડવામાં મદદ - અજમાનુ પાણી પીવાથી જાડાપણુ ઓછુ થાય છે. તેનાથી મેટાબોલિજમ ઝડપી બને છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. તહેવાર પહેલા અજમાનુ પાણી પીવાથી પેટ સેટ રહેશે અને થોડુ વજન પણ ઓછુ થશે. 
 
ગેસમાં રાહત - જે લોકોને ગેસ અને એસીડીટીની સમસ્યા રહે છે તેમને સવારે અજમાનુ પાણી જરૂર પીવુ જોઈએ. અજમાનુ પાણી પીવાથી ગેસની સમસ્યામાં આરામ મળશે. અજમાની અંદર જોવા મળનારા પોષક તત્વ પાકન તંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત દૂર કરે છે.  
 
અસ્થમામાં લાભકારી - આ ઋતુમાં લોકો તહેવાર પર મોટેભાગે બીમાર પડે છે. આવામાં અજમાનુ પાણી તમને શ્વાસ, ગળા અને નાક સાથે જોડાયેલ બીમારીઓથી બચાવે છે. અજમાની તાસીર ગરમ હોય છે. જે અસ્થમાના દર્દી માટે દવા તરીકે કામ કરે છે.