ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 17 જાન્યુઆરી 2022 (08:49 IST)

Paush Purnima 2022- પૌષ પૂર્ણિમા, આ વિધિથી કરવી પૂજા, નોંધી લો સ્નાન દાનનો સમય

હિંદુ ધર્મમાં પૂર્ણિમાનો ખૂબ વધારે મહત્વ છે. પૌષ માસની પૂર્ણિમા વર્ષની પ્રથમ પૂર્ણિમા હોય છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં જ પૌષ પૂર્ણિમા પડે છે. પૂર્ણિમા તિથિ ઓઅર પર ભગવાન વિષ્ણુઅની વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરાય છે. પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુઅ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાનનો પણ ખૂબ વધારે મહત્વ હોય છે. આ દિવસે દાન કરવાથી ઘણા ગણુ ફળની પ્રાપ્તિ હોય છે. 
 
પૌષ પૂર્ણિમાનો સ્નાન 
 
માધ મહીનાનો બીજુ મુખ્ય સ્નાન પર્વ પૌષ પૂર્ણિમા 17 જાન્યુઆરી એટલે કે સોમવારે છે. શુભ પંચાગના મુજબ પૂર્ણિમા તિથિ 16 જાન્યુઆરીની રાત્રે જે સવારે 2:40 કલાકે શરૂ થશે, જે 17મીએ સવારે 4:30 સુધી ચાલુ રહેશે. તેથી, પૂર્ણિમા તિથિ પર સ્નાન દાન માટેનો શુભ સમય ઉદયા તિથિના 17મીના બ્રહ્મમુહૂર્તથી શરૂ થશે.
 
પૂજા વિધિ-
આ પવિત્ર દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું ઘણું મહત્વ છે. તમે નહાવાના પાણીમાં ગંગાનું પાણી ઉમેરીને પણ સ્નાન કરી શકો છો. સ્નાન કરતી વખતે, બધી પવિત્ર નદીઓનું ધ્યાન કરો.
સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો.
જો શક્ય હોય તો આ દિવસે વ્રત પણ રાખો.
ગંગાજળથી તમામ દેવી-દેવતાઓનો અભિષેક.
પૂર્ણિમાના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે.
આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો.
ભગવાન વિષ્ણુને પ્રસાદ ચઢાવો. ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસીનો પણ સમાવેશ કરો.
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુ તુલસી વિના ભોગ સ્વીકારતા નથી. ધ્યાન રાખો કે ભગવાનને માત્ર સાત્વિક વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે.
ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની આરતી કરો.
આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું મહત્તમ ધ્યાન કરો.
પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજાનું પણ વિશેષ મહત્વ છે.
ચંદ્રોદય પછી ચંદ્રની પૂજા કરવી જોઈએ.
ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી દોષોમાંથી મુક્તિ મળે છે.
આ દિવસે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.
જો તમારા ઘરની આસપાસ ગાય છે તો ગાયને ચોક્કસ ખવડાવો. ગાયને ખવડાવવાથી અનેક પ્રકારના દોષો દૂર થાય છે.