શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 29 જાન્યુઆરી 2022 (08:11 IST)

શનિવારે કરો પીપળા સાથે જોડાયેલો આ ઉપાય, દરેક કષ્ટથી મળશે મુક્તિ

શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. શનિદેવને ન્યાયકર્તા કહેવામાં આવે છે .તેઓ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જો કોઈ વ્યક્તિ પર શનિદેવ પ્રસન્ન થાય છે તો તે વ્યક્તિના જીવનમાં કોઈપણ પ્રકારની કમી નથી રહેતી.. બીજી તરફ જો શનિ કોઈ પર ગુસ્સે થઈ જાય તો તેને શારીરિક, આર્થિક અને માનસિક ત્રણેય રીતે ત્રાસ આપે છે. આવા વ્યક્તિને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ આવી મુસીબતના સમયે પીપળના વૃક્ષની પૂજા કરે છે તો તેના જીવનમાંથી શનિ સાથે જોડાયેલી પીડાઓ સમાપ્ત થઈ જાય છે.
 
બ્રહ્મ પુરાણના 118મા અધ્યાયમાં એક સંદર્ભ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શનિદેવે પોતે કહ્યું હતું કે જે કોઈ શનિવારના દિવસે પીપળની પૂજા કરે છે, પીપળને સ્પર્શ કરે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેને ક્યારેય શનિ સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડશે નહીં. આવા વ્યક્તિના ઘરમાં લક્ષ્મીનો વાસ થશે અને તેના દરેક દુ:ખ દૂર થશે. અહીં જાણો પીપળા સાથે જોડાયેલા કેટલાક એવા ઉપાય જે તમારી દરેક સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.
 
1. દર શનિવારે પીપળના ઝાડના જડને સ્પર્શ કરો અને પ્રણામ કરો અને સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને પીપળના ઝાડની 5 કે 9 વાર પ્રદક્ષિણા કરો. આમ કરવાથી શનિ સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર થાય છે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે છે.
 
2. ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે હું વૃક્ષોમાં પીપળ છું. શનિદેવ ભગવાન કૃષ્ણને તેમના પ્રમુખ દેવતા માને છે. આવી સ્થિતિમાં તેઓ પીપળની પૂજાથી ખૂબ જ ખુશ થાય છે. જો તમે તમારા કામમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, અથવા સફળતા મેળવી શકતા નથી, તો દર શનિવારે દૂધમાં ગોળ અને પાણી મિક્સ કરીને પીપળામાં નાખો. જો તમે ઈચ્છો તો આ કામ રોજ પણ કરી શકો છો. આમ કરવાથી વ્યક્તિ સફળતાની સીડી ઝડપથી ચઢે છે.
 
3. શનિવારે પીપળનું એક પાન ઉપાડીને ઘરે લઈ આવવું. તેના પર અત્તર લગાવો અને આ પાનને તમારા પર્સમાં રાખો. દર મહિને પાંદડા બદલો. આમ કરવાથી ક્યારેય પૈસાની કમી નથી થતી
 
4. જો તમે કોઈ ખાસ ઈચ્છા પૂર્ણ કરવા ઈચ્છો છો તો કોઈ જૂના પીપળના ઝાડ પાસે જાવ. આ દરમિયાન તમારી સાથે લાલ પેન, થોડું લાલ કપડું અને નાડાછડી લો. સાથે લોટમાંથી બનેલો ઘીનો દીવો. પીપળાની નીચે ઘીનો દીવો પ્રગટાવો અને સામે ઉભા રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ પછી પીપળાના પાનને તોડ્યા વિના તેના પર તમારી ઈચ્છા લખો અને નાડાછડીને ઝાડની ડાળી પર સાત વાર લપેટો. નાડાછડી તમારા હાથ પર પણ લપેટી લો. આ પછી પીપળાના ઝાડમાં પાસેથી થોડી માટી લો અને તેને લાલ કપડામાં લપેટી લો. પછી આ લાલ કપડામાં બાંધેલી માટી ઘરે લાવો અને જ્યાં પૈસા મુકો છો ત્યાં મુકી દો. આવુ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે.