ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 20 માર્ચ 2021 (00:10 IST)

શુભ ફળ મેળવવા માટે કાળા તલના 5 ઉપાય

જ્યોતિષમાં કાળા તલને અચૂક શાસ્ત્ર કહ્યું છે કહેવું છે કે તેનો ઉપયોગ વિધિ સાથે કરાય તો તરત શુભફળ મળવા લાગે છે. 
 
દરરોજ એક લોટા શુદ્ધ જળ ભરો અને તેમાં કાળા તલ નાખી દો. હવે આ જળને શિવલિંગ પર ૐ નમ: શિવાય મંત્ર જપ કરતા ચઢાવો. જળ પાતળી ધારથી ચઢાવવું અને મંત્ર જપ કરતા રજો. જળ ચઢાવ્યા પછી ફૂલ અને બિલ્વ પત્ર ચઢાવો. મનની ઈચ્છા પૂરી થવાની શકયતા પ્રબળ થઈ જાય છે. 
 
કુંડળીમાં શનિના દોષ હોય કે શનિની સાઢેસાતી કે ઢૈય્યા ચાલી રહી હોય તો કોઈ પવિત્ર નદીમાં દર શનિવારે કાળા તલ પ્રવાહિત કરવું જોઈએ. આ ઉપાયથી શનિના દોષોની શાંતિ હોય છે. 
 
દૂધમાં કાળા તલ મિક્સ કરી પીપળ પર ચઢાવો. તેનાથી ખરાબ સમય દૂર થઈ શકે છે. આ ઉપાય દર શનિવારે કરવું જોઈએ. 
 
કાળા તલનું દાન કરો. તેનાથી રાહુ-કેતુ અને શનિના ખરાબ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. 
 
કાલસર્પ યોગ, સાઢેસાતી, ઢૈય્યા, પિતૃદોષ વગેરેમાં પણ આ ઉપાય કરી શકાય છે.