શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (15:50 IST)

તુલસી વિવાહ- વૃંદાનો પતિવ્રતા ધર્મ અને કન્યાદાન સમાન ફળ મેળવવા કરો આ ઉપાય

31 ઓક્ટોબરે 2017ને પ્રબોધિની એકાદશીના દિવસમાં ઉજવાતું માંગલિક તુલસી લગ્ન પર્વ છે. ભગવાન વિષ્ણુ જ્યારે જાગે છે તો સૌથી પહેલા પ્રાર્થના હરિવલ્લભ તુલસીની જ સાંભળે છે. તેથી તુલસી લગ્નને દેવ જાગરણના પવિત્ર મૂહોર્તના સ્વાગતનો આયોજન ઉજવાય છે. તુલસી લગ્નના ઘણા મત છે. પણ કર્તિક શુક્લ નવમીથી કાર્તિક પૂર્ણિમા સુધી તુલસી લગ્ન કરાય છે. પૌરાણિક મતાનુસાર કાલાંતરમાં દૈત્ય જાલંધરએ ખૂબ ઉત્પાદ મચાવ્યું હતું. 
જલંધરની વીરતાનો રહ્સ્ય હતું તેમની પત્ની વૃંદાનો પતિવ્રતા ધર્મ. જાલંધરથી પરેશાન દેવગણએ શ્રીહરિથી મદદ માંગી. તેના પર વિષ્ણુએ વૃંદાનો પતિવ્રતા ધર્મ ભંગ કરવા જલંધરનો રૂપ ધરી વૃંદાનો સતીત્વ નષ્ટ કર્યુ જેનાથી જાલંધર મરી ગયું. ગુસ્સામાં વૃંદાએ હરિને શ્રાપ આપ્યું જેનાથી વિષ્ણુને રામના રૂપમાં જન્મ લેવું પડ્યું. શ્રીહરિ તુલસીને હમેશા પોતાની સાથે રાખે છે. વગર તુલસી શાલિગ્રામ કે વિષ્ણુ પૂજન અધૂરો ગણાય છે. શાલિગ્રામ અને તુલસીનો લગ્ન વુષ્ણુ અને મહાલક્ષ્મીના લગ્નનો પ્રતીકાત્મક લગ્ન છે. આ દિવસે તુલસી કે ખાસ પૂજનથી બધા દાંમપ્ત્ય દોષ દૂર હોય છે. માણસને કન્યાદાનની સમાન ફળ મળે છે શારીરિક પીડા દૂર હોય છે અને માંગલિક દોષ સમાપ્ત હોય છે. 
 
ઉપાય
દાંપત્ય કલેશ નિવારણ માટે શ્રીહરિ પર ચઢેલા તુલસી પત્ર બેડરૂમમાં છુપાવીને રાખો. 
પારિવારિક સૌભાગ્ય માટે  સાબૂદાણાની ખીર કોઈ કન્યાને ખવડાવો. 
માંગલિક દોષના પ્રભાવ ઓછું કરવા માટે તુલસી-શાલિગ્રામનો ગઠબંધન કરાવો.