રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

કાર્તિક પૂર્ણિમા - ધન પ્રાપ્તિ માટે 10 સરળ ઉપાય

આજે પૂનમનો દિવસ ધનની દેવા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. જો મા લક્ષ્મી ખુશ થઈ જાય તો જરૂર પોતાના ભંડારા ખોલી દે છે. આ મહિનો દેવી દેવતાઓને ખુશ કરવાનુ માનવામાં આવે છે. પવિત્ર તીર્થ સ્થળોમાં સ્નાન કરીને દીપ દાન પૂજા અર્ચના કરવામાં આવે છે. 
 
આ દિવસે દેવતાઓની દેવ દિવાળી પણ વારાણસીના ઘાટ પર ઉજવવામાં આવે છે. આવો જાણીએ એ ક્યા 10 ઉપાય છે જે આ દિવસે કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
 
1. પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીને પીપળના વૃક્ષ પર નિવાસ રહે છે. પૂર્ણિમાના દિવસે જે પણ જાતક મીઠા પાણીને દૂધમાં મિક્સ કરીને ઝાડને ચઢાવે છે અને પીપળની પૂજન વિધિનુ પાલન કરે છે તેમના પર મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.. 
2. કાર્તિક પૂર્ણામાના દિવસે ગરીબોને અક્ષત દાન કરવાથી ચન્દ્ર ગ્રહ શુભ ફળ આપે છે. 
3. આ જ રીતે શિવલિંગ પર કાચુ દૂધ મધ અને ગંગાજળ મિક્સ કરીને ચઢાવવુ જોઈએ. આ ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઉપાયમાંથી એક છે. 
4. કાર્તિક પૂર્ણામા ના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર કેરી કે અશોકના ઝાડના પાનનુ તોરણ બાંધો 
5. પરણેલી વ્યક્તિ પૂર્ણિમાના દિવસે બ્રહ્મચર્યનુ પાલન કરે નહી તો ચન્દ્રમાંન દુષ્પ્રભાવ તમને દુખી કરી નાખશે. 
6. પૂર્ણિમાના દિવસે ચન્દ્રમાના ઉદય થયા પછી ખીરમાં સાકર અને ગંગાજળ મિક્સ કરીને મા લક્ષ્મીને નૈવૈદ્ય બતાવો 
7. દ્વાર પર રંગોળી જરૂર બનાવો.  તેનાથી વિશેષ સમૃદ્ધિ અને સંપન્નતાના યોગ બને છે. નવગ્રહ પ્રસન્ન થાય છે. 
8. .બની શકે તો પવિત્ર તીર્થમાં સ્નાન કરીને દાન પુણ્ય કરવુ જોઈએ 
9. દેવતાઓના નામ પર કેટલાક દીવા ઘરના મંદિરમાં જરૂર પ્રગટાવો 
10. આ દિવસે શ્રી યંત્રની પૂજા કરો અને કમલગટ્ટાની માળાથી લક્ષ્મીના ધન પ્રાપ્તિ મંત્રનો જાપ કરો. 
 
આ ઉપાય તમને વિષ્ણુની પ્રિય લક્ષ્મી જીની અપાર કૃપા આપવી શકે છે. પછી તેના આશીષથી તમારી પાસે ધનની કમી નહી રહે.