રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 14 ડિસેમ્બર 2023 (18:47 IST)

કિન્નતરો બહુચરા દેવીની પૂજા શા માટે કરે છે? તેમના વિશે જાણો

Bahuchar Mata Temple
બહુચરાજી ગુજરાતના શક્તિપીઠમાં થી એક છે. ગુજરાતના ત્રણ મહત્વપૂર્ણ કાલિકા માતાના મંદિરોમાંનું એક છે. એક અંબાજી, બીજું પાવાગઢ અને ત્રીજું બહુચર માતાનું મંદિર. 
 
 
બહુચરાજી મંદિરનું બાંધકામ સંવત 1835થી શરૂ કરવામાં આવ્‍યું હતું અને સંવત 1839માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્‍ઠા કરવામાં આવી. 15 મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે
 
કિન્નરોની માતા
બહુચરા મા વિશે એક પ્રચલિત લોકકથા છે. બહુચરાની માતા બંજારાની  પુત્રી હતી. એકવાર મુસાફરી દરમિયાન, તે અને તેની બહેનો પર બાપિયા નામના ડાકુએ હુમલો કર્યો. ત્યારે બહેનોએ પોતાના સ્તન કાપીને મોતને ભેટી હતી. બહુચરાની માતાએ બાપિયાને શ્રાપ આપ્યો કે તે નપુંસક થઈ જશે. શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે બાપિયાએ સ્ત્રીની જેમ પોશાક પહેરીને મા બહુચરાની પૂજા કરવી પડી. ત્યારથી બહુચરા મા નપુંસકોની માતા બની હતી.
 
સંતના દાત્રી દેવી
એવું માનવામાં આવે છે કે બહુચરા માતા સંતના દાત્રી દેવી છે. જે દંપતી અહીં આવીને પૂજા અર્ચના કરે છે, તેમની સંતાનની આશા પૂર્ણ થાય છે. ઘણા નવા પરિણીત યુગલો અહીં પ્રાર્થના કરવા અને વ્રત કરવા આવે છે.