રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. અમદાવાદ રથયાત્રા
Written By
Last Modified: અમદાવાદ , શનિવાર, 6 જુલાઈ 2024 (12:40 IST)

અમદાવાદ રથયાત્રાઃ આજે અને આવતીકાલે AMTS-BRTSના આ રૂટ બંધ રહેશે

Ahmedabad Rath Yatra
Ahmedabad Rath Yatra
 આવતીકાલે અષાઢી બીજને દિવસે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે. અમદાવાદની રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. શહેરમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે આગવી તૈયારીઓ કરી છે. આજે અને આવતીકાલે શહેરમાં રથયાત્રા રૂટ પર આવતા AMTS અને BRTS બસોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. AMTSના 10 રૂટ બંધ અને 71 રૂટમાં ફેરફાર-ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. BRTSના 4 રૂટ બંધ કરવામાં આવ્યા છે. પાંચ બસ રૂટમાં ફેરફાર કરાયો છે. 
Ahmedabad Rath Yatra
Ahmedabad Rath Yatra
BRTSના 32 બસ સ્ટેન્ડમાં ઓપરેશન બંધ રહેશે
રથયાત્રા નીકળવાની હોવાથી BRTSના 32 બસ સ્ટેન્ડમાં ઓપરેશન બંધ રહેશે. AMTS દ્વારા 6 બસ રૂટ ટૂંકાવવામાં આવ્યા છે અને 10 બસ રૂટ બંધ રાખવામાં આવ્યા છે. ઓન રોડ બસ રૂટોની સંખ્યા 146 છે અને ઓન રોડ 813 બસ મૂકવામાં આવશે. દિલ્હી દરવાજાથી કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ જવા વાળા પ્રવાસીઓ માટે રૂટ નં. 89-3 શટલ,76ની કુલ 8 બસો 15થી 20 મિનિટના અંતરે મળી રહેશે.જેમાં દિલ્હી દરવાજાથી ડાયવર્ઝનના માર્ગે સારંગપુર સુધીનું ભાડું 5 રૂપિયા રહેશે.ડાયવર્ઝનના બસ રૂટમાં આવતા તમામ બસ સ્ટેન્ડથી પ્રવાસીઓને લઈને ઉતારવામાં આવશે. 
Ahmedabad Rath Yatra
Ahmedabad Rath Yatra
મેટ્રો ટ્રેનની સુવિધાનો ઉપયોગ કરવા માટે અપીલ
રથયાત્રાના રૂટ પરનો માર્ગ બંધ હોય ત્યારે જ ડાયવર્ઝનનો અમલ કરવામાં આવશે અને તે સિવાયના સમયે અસર રસ્તે અવર-જવર ચાલુ રહેશે.રવિવારે રથયાત્રા હોવાથી કાલુપુર તરફ જવાના રસ્તા સવારથી બપોર સુધી બંધ રહેવાના છે, જેથી કાલુપુર રેલવે સ્ટેશન જનારા લોકોને વધારે અગવડ ન પડે તેના માટે મેટ્રો ટ્રેનની સુવિધાનો ઉપયોગ કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે. કાલુપુર મેટ્રો સ્ટેશનથી સીધા કાલુપુર રેલવે સ્ટેશન જઈ શકાય છે. જેથી મેટ્રો ટ્રેનની સુવિધા લોકો માટે આરામદાયક હોવાથી તેનો ઉપયોગ કરી શકે છે.