શુક્રવાર, 31 માર્ચ 2023
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Updated: રવિવાર, 9 મે 2021 (21:33 IST)

Akshay Tritiya 2021- અક્ષય તૃતીયા પર લૉકડાઉનના કારણે નથી ખરીદી શકી રહ્યા સોનુ તો કરો આ કામ

કોરોના વાયરસની બીજી લહેરના કારણે ભારતના ઘણા રાજ્યોમાં લૉકડાઉન વધારી નાખ્યુ છે અને ઘણી જગ્યાઓ પર તેના સમય વધારવાના સંકેત બની રહ્યા છે. તેથી ઘણા તહેવારો ઘરમાં જ ઉજવાઈ રહ્યા છે. 
અક્ષય તૃતીયા પણ આવો જ તહેવાર છે. 
પૌરાણિક માન્યતાઓ મુજબ અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી કરવી શુભ ગણાય છે. આ દિવસે ઘણા લોકો સોનાના ઘરેણાં, સોનાના બિસ્કીટ ખરીદે છે. માનવુ છે કે અક્ષય તૃતીયાના દિવસે સોનુ ખરીદવાથી 
 ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીમીનો આશીર્વાદ બન્યો રહે છે અને ઘરમાં ધન-ધાન્ય અને બરકત બની રહે છે. 
 
અક્ષય તૃતીયાને લઈને આ પણ માન્યતા છે કે આ દિવસે કરેલ દાનનો પુણ્ય ઘણા ગણુ થઈને પરત મળે છે. તેથી લૉકડાઉનમાં અક્ષય તૃતીયાના દિવસે સોનુ કેવી રીતે ખરીદવુ અને માતા લક્ષ્મીની કૃપા કેવી રીતે 
મેળવી તમે પણ આ વિચારી રહ્યા છો? તો આવો જાણીએ આ સમસ્યાનો ઉકેલ 
 
અક્ષય તૃતીયાના દિવસે ખરીદવુ આ 
જો તમે અક્ષય તૃતીયાના દિવસે સોનુ નહી ખરીદી શકી રહ્યા છો તો તમે જવ ખરીદી શકો છો. જવ ખરીદીને ભગવાન વિષ્ણુને ચઢાવો અને વિધિથી પૂજા કરવી. ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી જવને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં તે જગ્યા પર રાખો જ્યાં તમે રૂપિયા, પૈસા અને ઘરેણા રાખે છે. 
 
સ્વર્ણના દાનના સમાન છે આ દાન 
પૌરાણિક માન્યતાઓ મુજબ જવનો દાન સ્વર્નના દાન સમાન છે તેથી જ્યોતિષશાસ્ત્રી તે જાતકોને જે સોનુ ખરીદવા કે દાન કરવામાં સક્ષમ નહી છે. તેને જવ ખરીદીને પૂજા કરવાની સલાહ આપે છે. જવનો દાન 
સ્વર્ણના દાન સમાન છે. તમે જવ ખરીદીને શકુન પૂર્ણ કરી શકો છો. તમે ઈચ્છો તો કોઈ ગરીબને જવનો દાન પણ કરી શકો છો. 
 
આ દાન છે સૌથી શુભ 
 અક્ષય તૃતીયાના દિવસે અન્નનો દાન કરવો શુભ ગણાય છે. અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ વસ્તુનો દાન કરવાથી શુભ સંદેશની પ્રાપ્તિ હોય છે. એવુ કહેવાય છે કે જે લોકો કોર્ટન કેસથી પરેશાન હોય છે તેને 
જવનો દાન જરૂર કરવો જોઈએ.